તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
ઉપલેટામાં કોબાની ગારી વિસ્તારના ખેતરોમાં દીપડાએ વાછરડીનું મારણ કરી આતંક ફેલાવતા ખેડૂતો, મજૂરો ભયભીત

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા,તા. ૯: ઘણા સમયથી દીપડાનો સતત આતંક વધી રહ્યો હોઈ તેવી બાબતો સામે આવે છે ત્યારે ફરી વખત કોબાની ગારી તરીકે ર્ીઓળખાતા ભાદર કાંઠાના ખેતી વિસ્તારની અંદર દીપડાએ આતંક મચાવી લોકોને અને ખાસ કરીને ખેડૂતોને ભયભીત કરી દીધા છે જેમાં ગત દિવસે દીપડાએ વાછરડીને પોતાનો શિકાર બનાવી મારણ કર્યો છે જેમાં મારણ કર્યા બાદ દીપડાએ વાડીમાં ધામો નાખ્યો હોવાનો સામે આવતા આ વિસ્તારના ખેડૂતોમાં ભયનો માહોલ છે જેથી આ અંગે જવાબદાર તંત્ર તાત્કાલિક અસરથી દીપડાને પાંજરે પૂરી યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.
ગત દિવસે દીપડાએ વિક્રમભાઈ બારૈયાના ખેતરમાં આવેલ તબેલામાં રહેલ વાછરડીને પોતાનો શિકાર બનાવી મારણ કર્યું હતું. આ બનાવ બન્યા બાદ બીજે દિવસની રાત્રે બાજુમાં વિજયભાઈ ડેરના આવેલ કેળના ખેતરમાં રાત્રે આરામ ફરમાવતો હોઈ તેવો દૃશ્યો ખેડૂતોએ કેમેરામાં કેદ કર્યા છે ત્યારે આ વિસ્તારમાં દીપડાના આતંકથી આ વિસ્તારના ખેડૂતો, પર પ્રાંતીય મજુરો સહિતનાઓમાં ડર ફેલાયો છે.
અહીંયાના સ્થાનિક ખેડુત મેહુલ ચંદ્રવાડિયાએ જણાવ્યું હતું કે, ગત દિવસે અહીંયા ખેતરમાં એક નાની વાછરડાનું મારણ થયું હતું ત્યારે એ સમયે કોને હુમલો કરીને શિકાર બનાવ્યો તે સ્પષ્ટ ના હતું. આ બનાવની બીજી રાત્રિએ બાજુમાં આવેલ કેળના ખેતરમાં દીપડો આરામ ફરમાવતો હોઈ તેવા દૃશ્યો દેખાતા કેમેરામાં કેદ કર્યા હતા.
આ બનાવને પગલે અહીંયાના સ્થાનિક આગેવાન અને ઉપલેટા નગરપાલિકાના પુર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને આ મામલે તેમને જવાબદાર તંત્રને અને ઉચ્ચ કક્ષાએ તાત્કાલિક ટેલીફોનીક જાણ કરી હતી. આ સાથે આ વિસ્તારના સ્થાનિક તમામ ખેડુતો પરપ્રાંતિય ખેત મજુરોને પણ સતર્ક રહેવા જણાવ્યું છે કારણ કે અહીંયા ખેડુતો અને ખેતમજુરી કરતા લોકો અને તેમના બાળકો અહીંયા નિવાસ કરે છે ત્યારે તે લોકો આ દિપડાનો શિકાર ન બને કે દીપડો વધુ આક્રમક અને માનવભક્ષી બને તે પહેલા અહીંયા પાંજરા મુકવાની પ્રબળ માંગ કરી છે.
આ અંગે ઉપલેટાના ફોરેસ્ટ ઓફિસર બ્રિજેશ બારૈયાનો ટેલીફોનીક સંપર્ક કરતા તેમણે જણાવ્યું છે કે, ઉપલેટામાં દીપડાની મોમેન્ટની બાબતને લઈને ફોરેસ્ટ વિભાગ તરફથી પાંજરૂ મુકવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે. આ સાથે તેમના દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે દીપડાએ કોઈ નિશ્ચિત સ્થાન ધરાવતા પ્રાણીમાં નથી હોતું કારણ કે, તેઓ થોડા સમયની અંદર પોતાની જગ્યા અને સ્થાન બદલી નાખે છે અને આ મામલે તંત્ર પાસે પણ એમનું લોકેશન નથી હોતું જે માહિતી મળે છે તે લોકોના મધ્યમથી મળતી હોય છે તેના કારણે અમો એમની મોમેન્ટ ઉપર નજર રાખતા હોય છે.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
