તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
દ્વારકામાં ભાજપને ૧ર હજાર ઉપરની લીડ મળશે
દ્વારકાધીશ ભગવાનના જયઘોષ સાથે સાધુ સંતો, સ્વાતંત્ર્ય સેનાની, રઘુવંશી આગેવાનો ભુદેવોનું મતદાન

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા., ૯: સમગ્ર ગુજરાતની સાથે દ્વારકા યાત્રાધામમાં ગઇ કાલે સવારથી જ ભાજપ માટે મતદારોના ગઢ ગણાતા શહેરમાં સવારના ૭ ના ટકોરે દ્વારકામાં મતદાનનો પ્રારંભ કર્યો હતો. આખા દિવસ દરમ્યાન પ૧ ટકા જેટલું મતદાન થયું છે. જેમાં ૩ર હજાર મતદારો પૈકી ૧૬૭૦૦ મતદારોએ તેમના મતનો ઉપયોગ કર્યો હતો.
ભાજપ ટીમના શહેરના કાર્યકરો અને આગેવાનોએ ભારે કાળઝાળ ગરમીમાં પણ શહેર પ્રમુખ વિજય બુઝડા, રવિ બારાઇ, પરેશ ઝામરીયા, અક્ષત બારાઇ, વિજય બુઝડા, રમેશ હેરમા, ભાવેશ વિઠલાણી, જયોતીબેન સામાણી તથા બોર્ડ પ્રમુખો અને પેઇજ પ્રમુખોએ જહેમત ઉઠાવી હતી.
દ્વારકાના ગુગળી બ્રાહ્મણો અને સ્વતંત્ર સેનાનીના ધર્મપત્ની મનોરમાં બેન (ઉ.વ.૯પ)એ વ્હીલચેરમાં આવીને મતદાન કર્યુ હતું.
દ્વારકાધીશજીની યજમાન વૃતિ કરતા ગુગળી બ્રાહ્મણો, સાધુ સંતો, રઘુવંશી સમાજ સહીતનાએ મતદાન કરવામાં પુરો ઉત્સાહ દાખવ્યો હતો. ધારાસભ્યો પબુભા માણેકએ પણ ઓખા ખાતે વહેલી સવારે મતદાન કર્યુ હતું અને ભાજપને દેશમાં ૪૦૭ બેઠક સાથે વિજયી થવાનું જણાવ્યું હતું.
કુલ ૩૨ બુથ ઉપર શાંતિપુર્ણ અને ઉત્સાહભેર થયેલ મતદાનની નોંધ સરકારી તંત્રએ પણ લીધી હતી. દ્વારકા નજીક આવેલ રૂપેણ બંદરના મુસ્લીમોએ પણ મતદાનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. (તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
