<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

શાપર-વેરાવળના પારડીમાં રાજેશભાઇ અને તેના પુત્ર પર ત્રણ શખ્‍સોનો હુમલો

યુવાનની રવી, વિપુલ ઉર્ફે જીગો અને બાલા સામે ફરીયાદ

રાજકોટ તા. ૯ :.. શાપર-વેરાવળના પારડીમાં શીતળાધાર સોસાયટીમાં રહેતા પિતા-પુત્ર પર ત્રણ શખ્‍સોએ છરી અને ધોકાથી હુમલો કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મૂળ બોટાદ હાલ રાજકોટ શીતળાધાર રપ વારીયા પ્‍લોટ મફતીયાપરા શેરી નં. ૩૦ માં રહેતા રાજેશભાઇ પરસોતમભાઇ હેડંબા (ઉ.૩૪) એ શાપર-વેરાવળ પોલીસમાં મથકમાં પારડી ગામમાં રહેતા રવી, વિપુલ ઉર્ફે જીગો ગઢવી અને બાલા સામે ફરીયાદ કરી હતી. રાજેશભાઇ એ ફરીયાદમાં જણાવ્‍યું છે કે પોતે સેન્‍ટીંગ કામ કરે છે.

ગઇકાલે પોતે પારડી શિતળાધાર મંદિર પાછળ શીવ સાગર સોસાયટીમાં હતાં. ત્‍યારે પારડીમાં રહેતા રવિ, વિપુલ અના બાલો ત્રણેય આવી પોતાની સાથે ઝઘડો કરી છરી તથા પુત્ર મીતને ઢીકાપાટુનો માર મારી ધમકી આપી હતી. આ અંગે પોતે શાપર વેરાવળ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કો. એન. એમ. રોજાસરાએ તપાસ હાથ ધરી છે.

(12:47 PM IST)