<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

પીઠડીયા ટોલનાકા પાસે ફાસ્‍ટટેગ રીચાર્જ કરવામાં સમય લાગતા હર્ષિલને માર મરાયો

યુવાનને કાર સાઇડમાં રખાવી રૂા.૧૦૦ ભરી દેવાનું કહી નીલેશે મારમારી ધમકી દીધીઃ વીરપુર પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા.૯: વીરપુર નજીક પીઠડીયા ટોલનાકામાં કારમાં બેઠેલા યુવાનને ફાસ્‍ટટેગમાં રીચાર્જ કરવામાં સમય લાગતા ટોલનાકાના કર્મચારીએ રૂા.૧૦૦ ચાર્જ ભરી દેવાનું કહી ગાડી સાઇડમાં રખાવી દઇ કારમાં બેઠેલા યુવાનને એક શખ્‍સે મારમારી ધમકી આપતા વીરપુર પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ વિરપુરમાં સતીમા રોડ પર રહેતો હર્ષિલ સુરેશભાઇ ડોબરીયા(ઉ.વ.રપ) એ વિરપુર પોલીસ મથકમાં ગીર સોમનાથના નીલેશ નામના શખ્‍સ સામે ફરિયાદ નોંધાવી છે. હર્ષિલે ફરિયાદમાં જણાવ્‍યુ છે કે પોતે અમદાવાદમાં ઇજનેર તરીકે નોકરી કરે છે. ગઇકાલે પોતે ધોરાજી હોર્નઓકે હોટલમાં જમવા માટે પત્‍ની બહેન, કાકાની દિકરી તથા સાળી પાંચેય કારમાં બેસીને ગયા હતા બાદ ધોરાજી થી ડીનર કરી પરત આવતા હતા ત્‍યારે પોતે પીઠડીયા ટોલનાકા પાસે ોન નં.૮માં પોતાની જીજે.પ.ઇ.એન.-૧૨૦૨ આવતા પોતાની કારનું ફાસ્‍ટટેગમાં રીચાર્જ ન હોઇ, જેથી ટોલનાકાવાળા ભાઇએ પોતાને કહેલ કે તમે મને ૧૦૦ રૂપિયા ભરી દો અને ગાડી આગળ ઉભી રાખો જેથી પોતે કહેલ કે ‘‘ મારા રીચાર્જ છે. તેમાંથી કાપી લો અને પોતે તુરત જ ગુગલ પે થી રીચાર્જ કરી નાખ્‍યુ હતું. અને તે ભાઇએ પોતાને કહેલ કે ‘‘તમે અડધી કલાક ઉભા રહો પછી તમારા ફાસ્‍ટેટગમાંથી રૂપીયા કપાશે'' ત્‍યારે ટોલનાકાવાળા ભાઇએ પોતાને કહેલ કે ‘‘તું અડધી કલાક ઉભો રહે' જેથી પોતે કારનો દરવાજો ખોલતા પોતાની કાર પાછળ ચાર ફોરવ્‍હીલ ઉભી હતી તે ભાઇ પોતાની કાર રીવર્સમાં લેવડાવતા હોઇ તે દરમ્‍યાન એક શખ્‍સ પોતાની પાસે આવી અને પોતાનો કોલર પકડી બહાર ખેંચતા જેથી પોતે કહેલ કે ‘‘તમે કોણ છો મારો કોલર કેમ પકડી શકો' કહેતા તેણે ‘હૂ઼ નીલેશ ગીર સોમનાથ વાળો છું'' કહી પોતાન.ે ગાળો દેવા લાગ્‍યો હતો. પોતે તેને ગાળો દેવાની ના પાડતા નીલેશ નામના શખ્‍સે ઉશ્‍કેરાઇ જઇ પોતાને ઢીકાપાટુનો મારમારવા લાગ્‍યો હતો. ત્‍યારે પત્‍ની ગાડીમાંથી બહાર નીકળી છોડાવવા વચ્‍ચે પડતા તેને પણ ઇજા થઇ હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા પોતાને વધુ મારથી છોડાવ્‍યો હતો. ત્‍યારે જતા જતા નીલેશે કહેલ કે' ‘ તું બચી ગયો છો  હવે ફરીવાર ટોલનાકે આવશી તો લાકડીથી મારમારીને પતાવી દેવો છે' તેમ કહી નાશી ગયો હતો. આ બનાવ અંગે પોતે વિરપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા હેડકોન્‍સ. જે.બી. ચોૈહાણે તપાસ હાથધરી છે.

(12:45 PM IST)