તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
કાલે વણજોયુ મુહુર્ત અખાત્રીજ : પરશુરામ ભગવાનનો જન્મોત્સવ ઉજવાશે
શુભલગ્નો, વેવિશાળ, શુભ ઉદ્દઘાટન સહિતના શુભકાર્યો થશે : બ્રહ્મસમાજ દ્વારા આરાધ્યદેવની ભવ્ય શોભાયાત્રા

રાજકોટ,તા.૯ : રાજકોટસહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કાલે વણજોયુ મર્હુત અખાત્રીજ શુભકાર્ય સાથે મનાવાશે શુભલગ્ન, વેવિશાળ, શુભ ઉદ્દઘાટન સહિત અનેક શુભકાર્યો થશે.
જ્યારે કાલે બ્રહ્મ સમાજ દ્વારા સર્વત્ર આરાધ્ય દેવ શ્રી પરશુરામ ભગવાનનો જન્મોત્સવ ધામધુમથી ઉજવાશે.
રાજુલા
(જગદીશ ઝાંખર દ્વારા) રાજુલા : રાજુલા ખાતે તા.૧૦ ને શુક્રવારે સમસ્ત બ્રહમ સમાજ ધ્વારા જય પરશુરામ યુવા ગ્રુપ-રાજુલા દ્વારા ભગવાનશ્રી પરશુરામદાદાના જન્મોત્સવના શુભ પ્રસંગે બ્રહ્મચોર્યાસી, ભવ્ય શોભાયાત્રા તથા મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે. ભગવાન પરશુરામદાદાની ભવ્ય શોભાયાત્રા શ્રી વેદમાતા ગાયત્રી મંદિર (તિર્થધામ) તળાવ પાસેથી બપોરના ૪:૦૦ કલાકે સમસ્ત બ્રહમસમાજ દ્વારા પ્રસ્થાન કરવામાં આવશે જે રાજુલાના વિવિધ માર્ગો ઉપર પસાર થઈને પરશુરામ માર્ગ થઈને સમસ્ત બ્રહમ સમાજ કોમ્યુનિટી હોલ (ભરતનગર) ખાતે પહોંચશે જયાં ભગવાનપરશુરામ ભગવાનદાદાની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે જયાં હાજર તમામ બ્રહ્મ સમાજ ધ્વારા ભગવાન પરશુરામદાદાની મહાઆરતી કરવામાં આવશે અને આ મહાઆરતીનો કાર્યક્રમ સંપન્ન થયા બાદ રાજુલા બ્રહમસમાજનું ભવ્ય બ્રહમચોર્યાસીનું આયોજન કરવામાં આવેલ છે જે કાર્યક્રમની હાલ સમસ્ત બ્રહમ સમાજના પ્રમુખ ભાનુભાઈ રાજગોર, મેનેજીંગ ડીરેકટરશ્રી મનોજભાઈ વ્યાસ, ટ્રસ્ટીઓ પ્રવિણભાઈ ત્રિવેદી (એડવોકેટ), કનકભાઈ જાની, દિલીપભાઈ જોપી તથા જય પરશુરામ યુવા ગ્રુપના કાર્યકરો ભરતભાઈ મહેતા, હરેશભાઈ તેરૈયા, ભરતભાઈ જાની, જીતુભાઈ તેરૈયા, જયેશભાઈ ત્રિવેદી, પ્રફુલભાઈ રાજયગુરૂ, રાકેશભાઈ જોષી, સંજીવભાઈ જોષી, ચીરાગભાઈ જોષી આ ભવ્ય શોભાયાત્રાની તડામાર તૈયારીઓ કરી રહયા છે અને રાજુલા સમસ્ત બ્રહમ સમાજના સહપરિવારોને ભવ્ય શોભાયાત્રામાં જોડાવા તથા સમસ્ત બ્રહમ સમાજના કાર્યકરોનો ઉત્સાહ વધારવા આહવાન કરી રહયા છે.
ગોંડલ
(જીતેન્દ્ર આર્ચાય દ્વારા) ગોંડલ : બ્રાહ્મણોનાં આરાધ્યદેવ ભગવાન પરશુરામજી નાં જન્મોત્સવ નીમીતે તા.૧૦ શુક્રવાર નાં શહેર તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભુવનેヘરી મંદિર ખાતે સાંજે છ કલાકે મહાપુજા અને આરતીનું આયોજન કરાયું છે.
પુ.ઘનશ્યામજી મહારાજની અધ્યક્ષતા માં યોજાનાર કાર્યક્રમમાં સંતો મહંતો, વિવિધ સમાજનાં અગ્રણીઓ અને બ્રહ્મસમાજનાં પરીવારો ઉપસ્થિત રહેનાર છે. મહાપુજા અને આરતી બાદ બળમ્હ ભોજન મહા પ્રસાદનું આયોજન કરાયું છે.
ભગવાન પરશુરામજી જન્મોત્સવ કાર્યક્રમ માં બળમ્હ પરીવારોને ઉપસ્થિત રહેવા સમસ્ત બ્રહ્મસમાજનાં પ્રમુખ જીતુભાઇ આચાર્યની યાદીમાં જણાવાયું છે.
ટંકારા
(હર્ષદરાય કંસારા દ્વારા)ટંકારા : શ્રી ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતિ ટંકારા આયોજિત ૧૨ મો સમૂહ લગ્ન અખાત્રીજ તારીખ ૧૦ /૫ /૨૦૨૪ શુક્રવાર ના રોજ યોજાશે. આ ૧૨ માં સમૂહ લગ્ન ઉત્સવમાં ૧૧ યુગલો પ્રભુતામાં પગલા પાડશે.
સમૂહ લગ્નના શુભ પ્રસંગો : મંડપ મુહર્ત તારીખ ૧૦ ના રોજ સવારે ૮ કલાકે ,જાન આગમન સાંજે ૫ કલાકે, સામૈયા સાંજે ૬ કલાકે ,હસ્તમેળા સાંજે ૭ કલાકે તથા કન્યા વિદાય રાત્રે ૯:૩૦ કલાકે યોજાશે.
આ સમૂહ લગ્ન ઉત્સવ નું આયોજન શ્રી ટંકારા તાલુકા કડવા પાટીદાર સમાજ ટંકારા ના પ્રમુખ હીરાભાઈ ગણેશભાઈ પેપર ના પ્રમુખ સ્થાને થયેલ છે. અધ્યક્ષ શ્રી અરવિંદભાઈ બારૈયા ઉપાધ્યક્ષ કચરાભાઈ ઘોડાસરા તથા પરમ પૂજ્ય મહંત શ્રી દામજી ભગત નકલંક મંદિર બગથળા આશીર્વાદ આપશે .
કન્યાદાનમાં ભાગવત ગીતા, રામાયણ ગ્રંથ સહિત રસોડા સેટ પલંગ, કબાટ , પંખા તથા સોનાનો દાણો કરિયાવરમાં અપાશે.
શ્રી સમુહ લગ્ન સમિતિના કાયમી દાતાઓ ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ આપશે સમૂહ લગ્ન ઉત્સવ ટંકારા તાલુકા કડવા પાટીદાર સમાજ મુ. કલ્યાણપર ખાતે યોજાશે.
ઉપલેટા
(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા : તા. ૧૦ના પરશુરામ જન્મ જયંતી નીમીતે ઉપલેટા સમસ્ત બ્રહમ સમાજ દ્વારા શોભાયાત્રા, બ્રહમભોજન સહિત અનિકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સવારના ૮-૦૦ કલાકે થી શ્રી ત્રીલોકનાથ મહાદેવ મંદીર ખાતેથી પુજનવિધી બાદ સહુ સાથે મળીને રાજમાર્ગ ગાંધી ચોક, ભાદર રોડ, અશ્વિન ટોકીજ ચોક સહિત મુખ્ય માર્ગો પર વાજતે ગાજતે ફરી સમસ્ત બ્રહમ સમાજની વાડીએ શોભાયાત્રાની પુણાઁહુતી કરવામાં આવશે. ત્યાર બાદ બપોરના ૧૨:૩૦ કલાકથી શ્રી જીજ્ઞેશભાઈ મહાદેવ તથા જે.બી. વ્યાસ પરીવાર દ્વારા સમુહ જ્ઞાતી ભોજન(બ્રહમ ભોજનનું) આયોજન કરવામાં આવેલ છે. તેમાં ઉપલેટામાં વસવાટ કરતા તમામ બ્રહમ સમાજના ભાઈ-બહેનોને પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે. તથા શોભાયાત્રા દરમ્યાન ડ્રસકોડ નકિક કરવમાં આવેલ હોવાથી બહેનોએ લાલ સાડી તથા ભાઈઓ માટે સફેદ અથવા પીળું વષા ધારણ કરી શોભાયાત્રામાં જોડાવા સમસ્ત બ્રહમ સમાજ કારોબારી સભ્યશ્રીઓ દ્વારા જણાવવામાં આવેલ છે.
માણાવદર
(ગિરીશ પટેલ દ્વારા) માણાવદર : ભગવાન પરશુરામ જી માં પ્રાગટય મહોત્સવ નિમિતે ૧૦/૦૫/૨૦૨૪ ને શુક્રવાર બપોરે ૩/૩૦ કલાકે શ્રી ચેતન્ય હનુમાન અને શ્રી ગાયત્રી મંદિરની મધ્યમાં આવેલી પાવર હાઉસ પાસે માણાવદર ખાતે બ્રહ્મ સમાજની વાડીમાં ભૂદેવોની ઉપસ્થિતિમાં શ્રી પરશુરામજીનું પૂજન અર્ચન કરી શોભાયાત્રાનો પ્રારંભ થશે.
બ્રહ્મ સમાજ પાસે ના વિશાળ મેદાનમાં બ્રહ્મ સભાના રૂપમાં ફેરવાય જશે. આ પ્રસંગે માંણાવદર તાલુકાનામાં કાર્યરત બ્રહ્મ ડોકટરો, વિવિધ વિષયોમાં ડીગ્રી મેળવેલ પ્રોફેસર, શિક્ષકનું જાહેર સન્માન કરવામાં આવશે. બ્રહ્મ સમાજના ટ્રસ્ટીઑ અને મહાનુભાવોના હસ્તે બહુમાન થશે.
આ મંગલ અવસરે પનોતા પુત્ર પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા, પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી, શિક્ષણ શાષાી ગીજુભાઈ ભરાડે અનિવાર્ય સંજોગો હોવાથી હાજર રહી શકે તેમ નથી બ્રહ્મ વંદના અને શુભ કામના પાઠવી છે.
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
