તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
હર્ષદ રીબડીયા-ભૂપત ભાયાણી ભાજપમાં પણ, સૌથી ઓછુ મતદાન વિસાવદર વિધાનસભા મતક્ષેત્રમાં...!!અનવા તર્કવિતર્ક

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૯: વિસાવદર-ભેસાણના પૂર્વ ધારાસભ્યો હર્ષદભાઈ રીબડીયા તથા ભૂપતભાઈ ભાયાણી પક્ષાંતર કરી ભાજપમાં જોડાયા છે પણ, આヘર્યજનક રીતે જૂનાગઢ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ૭ વિધાનસભા બેઠકો પૈકી સૌથી ઓછુ મતદાન વિસાવદર-ભેસાણ બેઠક પર થતા અવનવા રાજકીય તર્કવિતર્ક થઈ રહ્યા છે. આ બેઠક પર ૨૦૧૯માં ૫૩.૧૦ ટકા મતદાન થયું હતું. જે ૨૦૨૪માં ૪૬.૫૮ ટકા થયુ છે. વિસાવદરમાં પક્ષાંતર કરનારા બંને પૂર્વ ધારાસભ્યોના વિસ્તારમાં ઓછા મતદાને ખેરખાઓને માથા ખંજવાળતા કરી દીધા છે. આ ચૂંટણીમાં મતદારો રહ્યા નિરસ રહ્યા, માત્ર ૪૬.૫૮ ટકા મતદાન થયુ છે.
જૂનાગઢ લોકસભામાં સૌથી ઓછુ મતદાન વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં નોધાયું છે, ગત ચુંટણી ૨૦૧૯માં આ વિસ્તારમાં ૫૩.૧૦ ટકા મતદાન થયું હતું, જેની સરખામણીએ ૨૦૨૪ માં તેનાથી પણ ઓછુ એટલે ૪૬.૫૮ ટકા મતદાન નોધાતા અનેક ચર્ચાઓ જાગી છે. વિસાવદર વિધાનસભાના પૂર્વ ધારાસભ્યો હર્ષદભાઈ રીબડીયા (કોંગ્રેસ) અને ભૂપતભાઈ ભાયાણી (આપ) બંને સમયાંતરે ધારાસભ્ય પદેથી રાજીનામાં આપીને ભાજપમાં જોડાયા હતા, અને આ વખતે કહેવાય છે કે, કોર્ટમાં અટકેલી એક મેટરના લીધે વિસાવદર-ભેસાણ વિધાનસભાની પેટા ચુંટણી પણ શક્ય બની ના હતી, ત્યારે તેની અસર જાણે લોકસભા ચુંટણીમાં જોવા મળી હોય એમ આ વિસ્તારના બે પૂર્વ ધારાસભ્યો જે હાલ ભાજપમાં હોવા છતાં આ વિસ્તારમાં સૌથી ઓછુ મતદાન થતા અનેક ચર્ચાઓ જાગી છે.
(12:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
