તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
ગૌશાળા અને મંદિરના લાભાર્થે શનિવારથી ભંડુરીમાં શ્રીરામચરિત માનસ કથા
શાસ્ત્રી કલ્પેશભાઇ મહેતા સંગીતની સુરાવલી સાથે રસપાન કરાવશેઃ દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૯ :.. માળીયા હાટીના તાલુકાના ભંડુરી ગામે ગેબી હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આગામી તા. ૧૧ મે શનિવારથી ૧૯ મે રવિવાર સુધી શ્રીરામચરિત માનસ કથાનું આયોજન કરેલ છે.
જેમાં ગૌશાળા અને મંદિરના લાભાર્થે ફ્રિમાં કથા શાષાી કલ્પેશભાઇ એસ. મહેતા કરી રહ્યા છે.
જેમાં દરરોજ સવારે ૯-૩૦ થી ૧ર અને સાંજે ૪ થી ૭ કથાનું રસપાન શાષાીજી કરાવશે કથા દરમ્યાન રામના મહિમાં શિવવિવાહ રામ જન્મોત્સવ અહલ્યા ઉધાર શ્રીરામ વિવાહ, વનવાસ ભરતચરિત્ર મિલાપ, શબરી કથા, હનુમંત મિલન, રાવણ વધ, રાજયાભિષેક સહિતના પ્રસંગોની ઉજવણી થશે અને કથા દરમ્યાન મેંદરડાથી પૂ. સુખરામદાસબાપુ શાષાી ડો. મહાદેવ પ્રસાદ મહેતા ઉપસ્થિત રહી આશિર્વચન આપશે અને દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
(12:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
