તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
મોરબી વિધાનસભામાં સૌથી વધુ મોરબી તાલુકામાં અને સૌથી ઓછું માળીયા સિટીમાં મતદાન નોંધાયું
સૌથી વધુ મોરબી તાલુકામાં ૬૨.૪૨ ટકા અને સૌથી ઓછું માળિયા સિટીમાં ૪૬.૫૧ ટકા મતદાન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૯ : મોરબી જિલ્લામાં ઉત્સાહભેર મતદાન પૂર્ણ થયું હતું. યુવાનોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધીના તમામ મતદારોએ ભારે ગરમી વચ્ચે પણ મતદાન માટે ઉત્સાહ દાખવ્યો હતો અને મતદાન કરી નાગરિક તરીકેનો ધર્મ નિભાવ્યો હતો. મોરબી વિધાનસભા મત વિસ્તારમાં મતદાનની ટકાવારીની વાત કરીએ તો કૂલ ૫૮.૨૬ ટકા મતદાન નોંધાયું હતું.
મોરબી વિધાનસભા મત વિસ્તારમાં સૌથી વધુ મતદાન મોરબી તાલુકામાં નોંધાયું હતું. મોરબી તાલુકામાં ૬૨.૪૨ ટકા મતદાન થયું. જ્યારે સૌથી ઓછુ મતદાન માળિયા સિટીમાં ૪૬.૮૧ ટકા નોંધાયું છે. મોરબી શહેરમાં ૫૯.૮૮ ટકા મતદાન થયું છે જ્યારે માળિયા તાલુકામાં ૫૦.૫૮ ટકા મતદાન નોંધાયું છે. મોરબી વિધાનસભા મત વિસ્તારમાં કૂલ ૨,૯૦,૭૮૭ મતદારોમાંથી ૧,૬૯,૪૧૪ મતદારોએ જ મતદાન કર્યું છે.
(12:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
