<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

ધો. ૧૨ની પરીક્ષામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ઉજળો દેખાવ : સામાન્‍ય પ્રવાહનું ૯૫.૦૩ તેમજ વિજ્ઞાન પ્રવાહનું ૮૬.૪૬ ટકા પરિણામ

સામાન્‍ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર રાજ્‍યમાં નવમા ક્રમે દ્વારકા જિલ્લો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા. ૯ : રાજયમાં ધોરણ ૧૨ ના સામાન્‍ય પ્રવાહના ૯૧.૯૩ ટકા પરિણામ વચ્‍ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સામાન્‍ય પ્રવાહનું પરિણામ ૯૫.૦૩ ટકા આવ્‍યું છે. જેમાં ખંભાળિયા કેન્‍દ્રનું ૯૫.૩૮ ટકા, મીઠાપુરનું ૯૧.૯૪ ટકા, દ્વારકા કેન્‍દ્રનું ૯૦.૩૫ ટકા, ભાટિયા કેન્‍દ્રનું ૯૪.૮૮ ટકા અને ભાણવડ કેન્‍દ્રનું ૯૬.૭૭ ટકા આવ્‍યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨૩ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ, ૫૧૯ વિદ્યાર્થીઓએ-ટુ ગ્રેડ, ૯૩૯ વિદ્યાર્થીઓએ બી-વન, ૯૮૭ વિદ્યાર્થીઓએ બી-ટુ, ૬૩૦ વિદ્યાર્થીઓએ સી- વન, ૨૨૭ વિદ્યાર્થીઓએ સી- ટુ અને ૧૮ વિદ્યાર્થીઓએ ડી ગ્રેડ મેળવ્‍યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સામાન્‍ય પ્રવાહના ૮૦.૯૦ ટકા પરિણામ વચ્‍ચે આ વખતે ૧૫ ટકા જેટલો નોંધપાત્ર સુધારો થતા જિલ્લાનું શિક્ષણ સ્‍તર વધુ સુધર્યું હોવાનું ફલિત થાય છે.

આ સાથે સમગ્ર રાજયના ૧૪૭ કેન્‍દ્રમાં લેવામાં આવેલી ધોરણ ૧૨ ના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓમાં બોર્ડનું પરિણામ ૮૨.૪૫ ટકા આવ્‍યું છે. જે વચ્‍ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પરિણામ પણ ૮૬ ટકાથી વધુ આવ્‍યું છે. ધોરણ ૧૨ ના વિજ્ઞાન પ્રવાહમાં એક પણ વિદ્યાર્થીએ એ-વન ગ્રેડ મેળવ્‍યો નથી. જયારે ૨૦ વિદ્યાર્થીઓએ એ-૨ ગ્રેડ, ૫૮ વિદ્યાર્થીઓએ બી-૧, ૭૬ વિદ્યાર્થીઓએ બી-૨, ૮૬ વિદ્યાર્થીઓએ સી-૧ અને ૫૦ વિદ્યાર્થીઓએ સી-ટુ ગ્રેડ જયારે ૧૦ વિદ્યાર્થીઓએ ડી-ગ્રેડ સાથે જિલ્લાનું સરેરાશ પરિણામ ૮૬.૪૬ ટકા આવ્‍યું છે. જે સમગ્ર બોર્ડમાં પ્રથમ હરોળનું બની રહ્યું છે.

ગત વર્ષ ૨૦૨૩ ના વિજ્ઞાન પ્રવાહના ૭૧.૦૫ ટકા પરિણામ બાદ આ વખતે વિજ્ઞાન પ્રવાહમાં પણ ૧૫.૪૨ ટકાનો સુધારો આવ્‍યો છે. આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજાના વડપણ હેઠળ તેમની ટીમની નોંધપાત્ર જહેમત સાથે સમગ્ર રાજયમાં વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્‍ય પ્રવાહમાં આ વખતે ૧૫ ટકા સુધીના સુધારા સાથે બંને પ્રવાહમાં નવમા નંબર સાથે જિલ્લો ટોપ ૧૦ માં રહ્યો છે

(12:48 PM IST)