<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

એ શખ્‍સને દારૂના કેસમાં ફસાવીને પકડી લોઃ લલિત રાદડિયાનો અધિકારી સાથેની વાતચીતનો વિડીયો વાયરલ

રાજકોટ તા. ૯ :.. લલિત રાદડીયાના નામે સોશ્‍યલ મિડીયામાં વિડીયો વાયરલ થયો છે.

જેમાં લલિત રાદડિયા કોઇ અધિકારી સાથે વાત કરી રહ્યા હોય તેવું જોવા મળે છે.

આ વિડીયો જામકંડોરણા તાલુકાના રાજપરા ગામનો હોવાનું અનુમાન છે.

આ વિડીયોમાં લલિત રાદડિયા કોઇ શખ્‍સને દારૂના કેસમાં ફસાવીને પકડી લેવાની વાત કરી રહ્યાનું જોવા મળે છે. ત્‍યારે આ વિડીયો સાચો છે કે એડીટીંગ કરેલો? તે અંગે તપાસ શરૂ કરાઇ છે. (‘વીટીવી' નો અહેવાલ).

(4:49 PM IST)