તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
સાવરકુંડલામાં મીનાબેન પાઠકની હત્યા કરનારાની શોધખોળ

(ઇકબાલ ગોરી-દિપક પાંધી-અરવિંદ નિર્મળ દ્વારા) સાવરકુંડલા-અમરેલી,તા. ૯: સાવરકુંડલા ખાતે વીપ્ર મહિલાની તેના પોતાના ઘરમાં જ ગઈકાલે રાત્રે તીક્ષ્ણ હથિયારો વડે હત્યા થઈ જતા શહેરમાં ચકચાર મચી ગઈ છે.
બનાવની જાણવા મળતી વિગત મુજબ સાવરકુંડલાનીᅠ ફ્રેન્ડ સોસાયટીમાં રહેતા મીનાબેન જીગ્નેશભાઈ પાઠક ઉંમર વર્ષ ૫૨ નામના વિપ્ર મહિલા ગઈ કાલે રાત્રે પોતાના ઘેર એકલા હતા ત્યારે કોઈ અજાણા શખ્સોએ ઘેર આવી મહિલાના ડોક ઉપર અને માથામાં તીક્ષ્ણ હથિયારોના થી ગંભીર ઇજા કરી તેનું મોત નિપજાવયા નું તેમના પુત્ર વૈભવ જીગ્નેશભાઈ પાઠકે સાવરકુંડલા સીટી પોલીસમાં જાહેર કર્યું છે પી આઇ.એ. એમ.પરમારે એફએસએલની મદદ થીᅠ હત્યા નો ભેદ ઉકેલવા કવાયત કરી છે.
આ બનાવની જાણ થતા સીટી પીઆઇ એ.એમ.પરમાર સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયા હતો.
હત્યાનો ભેદ ઉકેલવા પરિવારના ૩ થી ૪ સભ્યોની પુછપરછ હાથ ધરવામાં આવી છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
