<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

જેતપુરના પીઠડીયા ટોલનાકા પાસે દારૂની ૬ર૯ બોટલ સાથે જુનાગઢના ૪ શખ્‍સોને ઝડપી લેતી એલસીબી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૯:   એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.જી.બડવા તથા સ્‍ટાફના રાજુભાઇ શામળા, નીલેશભાઇ ડાંગર, અબાસભાઇ ભારમલ, અબ્‍દુલભાઇ શેખ ગઇકાલે પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્‍યાન બાતમી મળેલ કે  ગોંડલથી જેતપુર તરફ નીશાન કંપનીની કારમાં દારૂ ભરી પસાર થનાર હોય જે બાતમીના આધારે એલસીબી પોલીસે પીઠડીયા ટોલનાકા પાસે વોચ ગોઠવતા  બાતમી વાળી જીજે ૦૧ આરજી ૧પ૪૯ પસાર થતા કારને કોર્ડન કરી કારમાં બેઠેલ ૪ શખ્‍સોને નીચે ઉતારી તપાસ કરતા કારના ચોરખાનામાંથી અલગ અલગ બ્રાન્‍ડની ઇંગ્‍લીશ દારૂની બોટલો નંગ ૬ર૯ કી.રૂા. ૧.ર૭ લાખનો મળી આવતા કારમાં બેઠેલ ૪ શખ્‍સો જેમાં ડ્રાઇવર મીલન ખોડાભાઇ પટોડીયા (રહે. જોષીપરા) શતીસ શશીકાંતભાઇ કયાડા (ખલીપુર રોડ પરમ એપાર્ટમેન્‍ટ) સોનીક ભીમજીભાઇ પોશીયા (ગોકુલધામ જોષીપુરા) નરેન્‍દ્ર દેવજીભાઇ ચાંદેપરા (ગોપાલવાડી-જોષીપરા) તમામ જુનાગઢને ઇંગ્‍લીશ દારૂ મોબાઇલ-૪ તથા કાર મળી કુલ રૂા. ૪ લાખના મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

(1:47 PM IST)