<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

મોરબી મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્યએ વૃદ્ધાશ્રમમાં પંખા દાન કરી જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી કરી.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્ય ક્રિષ્નાબેન કાબરાએ તેમની પુત્રીના જન્મદિવસ નિમિત્તે વૃદ્ધાશ્રમમાં સિલિંગ ફેનનું દાન કરીને જન્મદિવસની સેવામય ઉજવણી કરી હતી.

મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્ય ક્રિષ્નાબેન કાબરાએ તેમની પુત્રી નિમાંશી કાબરાના જન્મદિવસ નિમિત્તે મોરબીના વૃદ્ધાશ્રમમાં ચાર પંખા ભેટ કર્યા હતા. આ સાથે જ તેમણે વૃદ્ધાશ્રમમાં વડીલો  સાથે ઉજવણી કરી હતી અને ભોજન કરાવી સમાજ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ.


 

(9:03 PM IST)