<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

એશીયાની સૌથી મોટી ઈફકો કંપનીના ડિરેક્ટર તરીકે જયેશભાઈ રાદડિયા વિજય થયા

ધોરાજીમાં સહકારી ક્ષેત્રના આગેવાનોએ ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવ્યો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:એશીયાની સૌથી મોટી ઈફકો કંપનીના ડિરેક્ટર તરીકે જયેશભાઈ રાદડિયા વિજય થયા છે
એશીયાની સૌથી મોટી રાસાયણીક ખાતરનુ ઉત્પાદન કરતી ખેડુતોની સહકારી સંસ્થા“ ઈન્ડીયન ફાર્મર્સ ફર્ટીલાઈઝર કો.ઓપ.લી.”(ઈફકો) નવી દીલ્હીની બોર્ડ ઓફ ડાયરેક્ટરની સામાન્ય ચુંટણીમાં ગુજરાત વિભાગના ડાયરેક્ટર તરીકે રાજકોટ ડિસ્ટ્રીક બેંકના ચેરમેન તેમજ જેતપુર જામકંડોરણા ના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ચુંટાવા બદલ રાજકોટ જિલ્લા સહકારી ક્ષેત્રના સૌ આગેવાનો,સહકારી નેતાઓ તેમજ ઈફકોના ગુજરાતના ડેલીગેટશ્રીઓ વિગેરે શુભેચ્છા પાઠવી હતી આ સાથે ધોરાજીમાં પણ બાપુના બાવલા ચોક ખાતે જયેશભાઈ રાદડિયા ના સમર્થકોએ ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવ્યો હતો

દિલ્હી ખાતેથી વિજય પ્રાપ્ત થયેલ જયેશભાઈ રાદડિયા એ તમામ  શુભેચ્છકોનો ખરા હદયપુર્વક આભાર માન્યો હતો

(10:05 PM IST)