તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
મોરબીની નાની બજારની સુથાર શેરીમાં ગટર ઉભરાતા રહીશો ત્રાહિમામ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : લોકસભાની ચૂંટણી માટેનું બે દિવસ પહેલા જ મતદાન પુરુ છુ. શેરીએ-શેરીએ દેખાતા નેતાઓ અચાનક ગાયબ થઇ ગયા છે. આ નેતાઓ અને અધિકારીઓએ મોરબી શહેરના નાની બજારની સુથાર શેરીની મુલાકાત લેવી જોઇએ. અહીં છેલ્લા ઘણા દિવસથી ગટર ઉભરાય છે અને આસપાસના રહીશો ત્રાહિમામ થઈ ગયા છે.
સુથાર શેરીના રહીશ ફાતેમાબેન રેઝીનાએ ગટર ઉભરાવાની સમસ્યા અંગે મોરબી નગરપાલિકાને લેખિત રજૂઆત કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે, સુથાર શેરીની ગલીમાં ગટર ઉભરાય રહી છે. આ અંગે 4 થી 5 વખત અરજી કરી છે. ગટર સાફ કર્યાના 3-4 દિવસ બાદ ગટર ઉભરાવા લાગે છે. ગટર ઉભરાતા લોકોમાં બીમારી પણ ફેલાઈ રહી છે. દુષિત પાણીના કારણે મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે. તેથી પાલિકા સમક્ષ તેમણે ગટરની યોગ્ય સફાઈ કરાવવા રજૂઆત કરી છે.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
