<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

મોરબીના રોહીદાસપરામાં મહાકાળી માતાજીનો માંડવો યોજાશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : આગામી તારીખ 13મે ને સોમવારના રોજ સર્વે ચૌહાણ પરિવાર મોરબી દ્વારા રોહીદાસપરા શેરી નંબર-5 ખાતે આવેલા મહાકાળી માતાજીના મઢે માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ચૌહાણ પરિવાર આયોજિત મહાકાળી માતાજીના માંડવા નિમિત્તે 13મેના રોજ સવારે શુભ ચોઘડીયે હવન-કળશનું આયોજન કરાયું છે. ત્યારબાદ થાંભલી રોપણ થશે. રાત્રે 10 કલાકે માતાજીના માંડલુ-જાગરણનું આયોજન કરાયું છે. 14મેના રોજ સવારે શુભ ચોઘડીયે પ્યાલા અને બપોરે 12 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

(11:22 PM IST)