તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 10th May 2024
મોરબી: આદર્શ નિવાસી શાળા રફાળેશ્વરનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૧૦૦ ટકા પરિણામ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : નિયામક વિકસતી જાતિ ગુજરાત રાજ્ય ગાંધીનગર સંચાલિત આદર્શ નિવાસી શાળા રફાળેશ્વર મોરબી ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 100% પરિણામ મેળવેલ છે. જે બદલ મોરબી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી સાહેબ એલ.વી. લાવડીયા સાહેબએ શાળા અને સ્ટાફગણને અભિનંદન પાઠવેલ છે.
આદર્શ નિવાસી શાળામાં ધોરણ 12 માં કુલ વિદ્યાર્થીઓ 34 પરીક્ષામાં બેઠેલ જેમાં 29 વિદ્યાર્થીઓ ડિસ્ટ્રિક્શન ક્લાસે પાસ થયો અને પાંચ વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસએ પાસ થયેલ. શાળામાં પ્રથમ નંબર મેળવનાર શેખ મહેશ આર 81.28% મેળવે છે. મેટાળીયા મહેશ, ચૌહાણ વિક્રમ, માલકીયા સુમિત 80.28 ત્રણ વિદ્યાર્થીઓ દ્વિતીય નંબર મેળવેલ છે. બાકીના પાંચ વિદ્યાર્થીઓએ ફર્સ્ટ ક્લાસ મેળવે છે.
(12:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
