તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 10th May 2024
દરવાજાનું રીપેરીંગ કરવાનું હોવાથી મોરબી મચ્છુ 2 ડેમના નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા, પોલીસે લોકોને સલામત સ્થળે ખસેડયા.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી મચ્છુ 2 ડેમના દરવાજાનું રીપેરીંગ કામ કરવાનું હોવાથી ડેમની મયાદિત સપાટી સુધી ખાલી કરવાનો હોવાથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમજ મોરબી બી ડીવીઝન પોલીસ દ્વારા પણ નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા
મોરબીના જોધપર(નદી) ગામ પાસે આવેલ મચ્છુ 2 ડેમના દરવાજાનું રીપેરીંગ કામ કરવાનું હોવાથી આગામી તા.૧૨ થી ૧૫ સુધી મચ્છુ 2 ડેમ ક્રેસ્ટ લેવલ સુધી ખાલી કરવાનું આયોજન મોરબી સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે જેઠ મચ્છુ 2 અને મચ્છુ ૩ ડેમની નીચાણવાળા મોરબી અને માળિયા તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમજ નદીના પટ વિસ્તાર મોરબી શહેરમાં બેઠા પુલ નજીક સહિતના વિસ્તારોમાં રહેતા પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં માટે ચેતવણી સંદેશ આપ્યો છે.
ડેમમાં પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી નીચે મુજબના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે
મોરબી તાલુકના (૧)જોધપર (૨)લીલાપર (૩)ભડીયાદ (૪)ટીંબડી (૫)ધરમપુર (૬)રવાપર (૭)અમરેલી (૮)વનાળિયા (૯)ગોર ખીજડીયા (૧૦)માનસર (૧૧)નવા સાદુળકા (૧૨)જુના સાદુળકા (૧૩)રવાપર (૧૪)ગુંગણ (૧૫)નારણકા (૧૬)બહાદુરગઢ (૧૭)નવા નાગડાવાસ (૧૮)જુના નાગડાવાસ (૧૯)સોખડા (૨૦)અમરનગર (૨૧) મોરબી (૨૨) રવાપર નદિ (૨૩) વજેપર
માળીયા તાલુકાના(૧)વીરવદરકા (૨)દેરાળા (૩)નવાગામ (૪)મેધપર (૫)હરીપર (૬)મહેન્દ્રગઢ (૭)ફતેપર (૮)સોનગઢ (૯)માળિંયા (મી) (૧૦) રાસંગપર (૧૧) ફાટસર
તેમજ સિંચાઈ વિભાગ દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવતા મોરબી બી ડીવીઝન પોલીસ દ્વારા બેઠા પુલ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
