તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 10th May 2024
મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે આવતીકાલે ભવ્ય શોભાયાત્રા યોજાશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા શ્રી પરશુરામજી ની જન્મ જયંતિ ની ઉજવણીની ઠેર ઠેર ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જયંતીની દ્વી દિવસીય ઉજવણી કરવામાં આવી છે જેમાં પરશુરામ જયંતીની પૂર્વ સંધ્યાએ પરશુરામ ધામ મોરબી ખાતે દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આવતીકાલે મોરબીના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા નુ આયોજન કરવામાં આવશે.
મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ ધામ ખાતે પરશુરામ જયંતિ ની પૂર્વ સંધ્યાએ દાંડિયા રાસ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ પરિવારો જોડાયા હતા અને દાંડિયા રાસ બાદ પ્રસાદ નો લહાવો લીધો હતો ત્યારે આવતીકાલે તા.૧૦ ના રોજ પરશુરામ જયંતિ હોવાથી મોરબીના મુખ્ય માર્ગો પર ભગવાનશ્રી પરશુરામ જી ની ભવ્ય શોભા યાત્રા યોજાશે જે મોરબીના વાઘપરા ૧૪ ગાયત્રી મંદિર થી શરુ થઈ નવલખી ફાટક પરશુરામ ધામ સુધી જશે.
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
