તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 10th May 2024
મોરબી: ટંકારાના હીરાપર નજીક કાર પલટી જતા બે વૃધ્ધાના મોત મામલે કારચાલક વિરુદ્ધ ફરિયાદ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ટંકારા તાલુકાના હીરાપર ગામ નજીક અલ્ટો કાર પલટી મારી જતા કારમાં સવાર કાર ચાલક, તેના પત્ની અને દીકરીઓને ઈજા પહોંચી હતી તો કાર ચાલકના માતા અને ફૈબા એમ બે મહિલાના મોત થયા હોય જે બનાવ મામલે કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીની નીલકંઠ સોસાયટીમાં રહેતા ખીમરાજભાઈ રાજેશભાઈ સોનરાજ (ઉ.વ.૩૪) વાળાએ અલ્ટો કર જીજે ૩૬ એફ ૦૭૨૦ ના ચાલક શક્તિભાઈ રાજેશભાઈ સોનરાજ વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૮ એપ્રિલના રોજ પરિવારના સભ્યોએ દ્વારકા દર્શન કરવા જવાનું નક્કી કર્યું હતું અને રાત્રીના બારેક વાગ્યે ફરિયાદી ખીમરાજ, તેના પત્ની જયમાલાબેન, બે દીકરા અને બહેન અને તેના ત્રણ બાળકો ફરિયાદીની ગાડીમાં તેમજ ભાઈ શક્તિભાઈ, માતા નિર્મળાબેન, ભાભી જલ્પાબેન, તેના દીકરી આસ્થા, તુલસી અને હિનલ તેમજ ફૈબા ગીતાબેન ઉર્ફે ગવરીબેન બધા ભીના મિત્ર દિનેશભાઈની અલ્ટો જીજે ૩૬ એફ ૦૭૨૦ લઈને દ્વારકા દર્શન કરવા ગયા હતા જ્યાં દર્શન કરી તા. ૩૦ એપ્રિલના રોજ સવારના પાંચેક વાગ્યે ભાઈ શક્તિનો ફોન આવ્યો કે ટંકારા લતીપર રોડ સરાયા અને હીરાપર વચ્ચે કાર પલટી ખાઈ ગઈ છે
જે કાર પલટી મરી જતા કારમાં સવાર ભાઈ શક્તિભાઈ સોનરાજ, ભાભી જલ્પાબેન, દીકરી આસ્થા, તુલશીબેન અને હિન્બેનને ઈજા પહોંચી હતી જ્યાંરે ફરિયાદીના માતા નિર્મળાબેન સોનરાજ (ઉ.વ.૬૫) અને ફૈબા ગીતાબેન રેણુકા (ઉ.વ.૭૦) એમ બેના મોત થયા હતા ટંકારા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
