<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

મોરબીના શનાળા-ઘુનડા રોડ પર કારની ઠોકરે બાઈકચાલક યુવાનનું મોત, ભત્રીજીને ઈજા.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીના શનાળા ગામથી ઘુનડા જતા રોડ પર કાકા-ભત્રીજી બાઈક પર જતા હોય ત્યારે ઈનોવા કારના ચાલકે બાઈકને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં ૧૦ વર્ષની ભત્રીજીને ઈજા પહોંચી હતી તો બાઈક ચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું


મોરબીના ઘુનડા રોડ પર સભારાની વાડીમાં રહેતા રમેશભાઈ બેચરભાઈ ડાભી (ઉ.વ.૩૫) નામના યુવાને ઇનોવા કાર જીજે ૩૬ એલ ૫૩૧૦ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૭ ના રોજ સવા સાતેક વાગ્યે રવાપર ચોકડીએ મામાને ત્યાં પ્રસંગમાં ગયા હોય જેથી ફરિયાદી અને તેના પત્ની ગયા હતા તેમજ ફરિયાદીના ભાઈ મનસુખ અને ફરિયાદીની દીકરી રાજેશ્વરી (ઉ.વ.૧૦) વાળા બાઈક જીજે ૦૩ સીએન ૫૯૧૩ પેટ્રોલ પુરાવવા શનાળા ગામ તરફ જવા નીકળ્યા હતા બાદમાં કુટુંબી ભાઈનો ફોન આવ્યો કે શનાળા ઘુનડા રોડ પર આર્યગ્રામ સોસાયટી પાસે તમારા ભાઈ મનસુખ અને દીકરીનો અકસ્માત થયો છે
   જેથી ફરિયાદી રમેશભાઈ અને પત્ની બંને હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં દીકરી રાજેશ્વરી અને ભાઈ મનસુખભાઈ બંનેને ઈજા થઇ હતી જેમાં ભાઈ મનસુખભાઈને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું આમ ફરિયાદીના ભાઈ મનસુખભાઈ અને ફરિયાદીની દીકરી રાજેશ્વરી બંને બાઈક લઈને શનાળા ઘુનડા રોડ પરથી જતા હોય ત્યારે ઈનોવા કાર જીજે ૩૬ એલ ૫૩૧૦ ના ચાલકે બાઈકને ઠોકર મારતા દીકરી રાજેશ્વરીને પગમાં ઈજા કરી તેમજ ફરિયાદીના ભાઈ મનસુખભાઈને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઈનોવા કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે.

(1:09 AM IST)