તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 10th May 2024
મોરબી શહેરના પ્રશ્નો, તંત્રની પોલ ખોલવા કરણી સેના મેદાને ઉતરશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી નગરપાલિકાની બેદરકારી તેમજ ધારાસભ્યની બેદરકારીને પગલે મોરબી શહેરમાં અનેક પ્રશ્નો જોવા મળે છે તેમજ જીલ્લામાં ચાલતા કોભાંડ અને તંત્રની પોલ ખોલવા માટે કરણી સેનાની ટીમ મેદાને ઉતરશે તેવું એલાન કરવામાં આવ્યું છે
શ્રી રાજપૂત કરણી સેના મોરબી દ્વારા એલાન કરી જણાવ્યું છે કે મોરબી નગરપાલિકાની બેદ્કારીને લીધે શહેરમાં લોકોને પડતી હાલાકી, મોરબી શહેરના ઘણા પ્રશ્નો, વિકાસથી વંચિત પ્રજાના પ્રશ્નોને વાચા આપવા તેમજ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાની બેદરકારીને લીધે લોકોને પડતી હાલાકી સામે ધારદાર સવાલો તેમજ જીલ્લામાં ચાલતા કોભાંડ સાથે તંત્રની પોલ ખોલવા માટે કરણી સેના મોરબીની ટીમ મેદાને ઉતરશે
(1:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
