<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

માળિયા હાઇવે પર બે ટ્રક અથડાતા ટ્રક ચાલકને ઈજા, ક્લીનરનું મોત થયું.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયા હાઈવે પર હરીપર ગામ નજીક ટ્રક ચાલકે ટ્રક પુરઝડપે ચલાવી ડિવાઈડર ક્રોસ કરી પોતાની સાઈડમાં આવતી ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ટ્રકના ચાલકને ઈજા પહોંચી હતી જયારે ક્લીનરનં મોત થયું હતું.

  મૂળ બિહારના વતની અને હાલ કચ્છના મુન્દ્રા રહેતા વિક્રમકુમાર રામપ્રવેશ સિંગ (ઉ.વ.૨૬) નામના યુવાને ટ્રક જીજે ૨૭ ટીટી ૩૭૨૮ ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૬ ના રોજ રાત્રીના દશેક વાગ્યે વિશાલ લોજીસ્ટીકની ટ્રક જીજે ૧૨ બીવી ૮૧૧૩ લઈને થાનગઢથી કન્ટેનર ભરીને ફરિયાદી અને તેના મિત્ર એસ. ભવાની દુર્ગાસિંગ (ઉ.વ.૨૨) વાળા સાથે મુન્દ્રા જવા નીકળ્યા હતા અને માળિયાના હરીપર પાસે પોન્ચતા રોડ પર બ્રેકડાઉન ગાડી પડી હોય અને એક ટ્રક વાળો ગાંધીધામ તરફથી પુરઝડપે આવી ગાડી ડિવાઈડર ટપાડી ફરિયાદીના ટ્રક સાથે અથડાવી હતી

  જે અકસ્માતમાં ફરિયાદી ટ્રક ચાલક વિક્રમકુમાર સિંગને ઈજા પહોંચી હતી અને ક્લીનર એસ.ભવાની બેભાન હાલતમાં પડ્યો હતો જેને માથા તેમજ પેટના ભાગે ઈજા પહોંચી હતી જેને સારવાર માટે માળિયા સરકારી હોસ્પિટલ લાવ્યા હતા જ્યાંથી મોરબી ખસેડાયો હતો અને વધુ સારવાર માટે રાજકોટ રીફર કર્યો હતો જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને એસ. ભવાની દુર્ગાસિંગ (ઉ.વ.૨૨) વાળાને મૃત જાહેર કર્યો હતો.

  આમ ટ્રક જીજે ૨૭ બીટી ૩૭૨૮ ના ચાલકે ટ્રક પુરઝડપે ચલાવી ડિવાઈડર ક્રોસ કરી ફરિયાદીના ટ્રક જીજે ૧૨ બીવી  ૮૧૧૩ સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં ફરિયાદી ટ્રક ચાલકને ઈજા પહોંચી હતી અને ક્લીનરનં મોત થયું હતું માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

(1:12 AM IST)