News of Friday, 10th May 2024
હિટ એન્ડ રનઃ માંગરોળના સેપા ગામે કારની ઠોકરે ૪ વર્ષના સાવનનું મોત
મુળ એમપીનો પરિવાર ખેત મજુરીએ આવ્યો હતોઃ બાળકે રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૦: માંગરોળના સેપા ગામ નજીક ‘હિટ એન્ડ રન'ના બનાવમાં મુળ એમપીના પરિવારના ૪ વર્ષના બાળકનું કમકમાટી ભર્યુ મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ માંગરોળ તાલુકાના સેપા ગામે વાડીમાં રહી ખેત મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના પરિવારનો ૪ વર્ષનો પુત્ર પુત્ર સાવન દેરામ બરડકે તા.૭ના વાડી નજીક રોડ પર રમતો હતો ત્યારે પુરપાટ ઝડપે નીકળેલી કારે બાળકને ઠોકરે ગંભીર ઇજા થતાં માંગરોળ, જૂનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તે ત્રણ બહેન અને બે ભાઇમાં નાનો હતો. પોલીસે અકસ્માત સર્જનાર કારચાલકની શોધખોળ હાથ ધરી હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા અને ધર્મેન્દ્રભાઇ હુદડે માંગરોળ પોલીસને જાણ કરી હતી.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
