News of Friday, 10th May 2024
અક્ષય રહે... સુખ તમારૂ, અક્ષય રહે... ધન તમારૂ, અક્ષય રહે.... સ્વાસ્થ્ય તમારૂ, અક્ષય રહે... સબંધ સૌનો
સૌરાષ્ટ્ર-કચ્છમાં અખાત્રીજ અને પરશુરામ ભગવાનના જન્મોત્સવની ઉજવણી
શુભકાર્યો માટેના વણજોયા મુર્હુતમાં અનેક પ્રસંગોની ઉજવણી : બ્રહ્મસમાજ દ્વારા આરાધ્યદેવના પ્રાગટય ઉત્સવની શોભાયાત્રા, મહાપ્રસાદ સાથે ઉજવણી

રાજકોટ તા. ૧૦ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્ઋમાં આજે અખાત્રીજ અને પરશુરામ ભગવાનના પ્રાગટય ઉત્સવની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.
શુભકાર્યો માટેના વણજોયા મુર્હૂતમાં આજે અનેક માંગલીક, શુભકાર્યો યોજાયા છે. જયારે બ્રહ્મ સમાજ દ્વારા આરાધ્યદેવના જન્મોત્સવને ઉજવવા માટે શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા છે.
કેશોદ
(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ : અક્ષય તૃતિયા અર્થાત અખાત્રીજના દિવસે સ્થાનીક કેશોદમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સંખ્યાબંધ નાના-મોટા કાર્યો પુરા કરવામાં આવશે આ કાર્યો પુરા કરવા નિમિતે આજે સબંધકર્તાઓ તમામ કામગીરી છોડી અખાત્રીજનું મુર્હુત સાચવી લેવાની ફીરાકમાં દેખાય છે.
સારા કાર્યો માટે અખાત્રીજનો દિવસ પવિત્ર મનાય છે અને તે દિવસે સગાઇ, લગ્ન, ખાતમુર્હુત નવા મકાનનું વાસ્તુ, નવા વાહન અને સોના-ચાંદીની દાગીનાની ખરીદી વિગેરે જેવા કાર્યો થતા રહે છે.
આ કાર્યક્રમ નિમિતે આજે આ વિસ્તારના લગભગ તમામ જ્ઞાતિ સમાજો ભાડુતિ વાહનો, ગોર મહારાજ રસોયા વિગેરે અગાઉથી જ બુક થઇ ગયેલા છે.
સારા કાર્યો કરવા માટેના શુભ દિવસને આ વાત સાથે લાગેવળે છે ત્યાં સુધી આ માસમાં આવા મુર્હુતો દર વરસે ઘણા આવતા હોય છે. પરંતુ આ વરસે આ માસમાં (મે માસમાં) આવુ એક જ મુર્હુત અને દિવસ આવે છે જેથી આવતી કાલના દિવસે આવા શુભ કાર્યોની ભરમાળ છે. બધાએ પોત-પોતાના ગ્રુપમાં અથવા સગા-સંબંધીઓને ત્યાં આવવા જવા માટેના આયોજન કરી રાખ્યા છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બ્રહ્મદેવ સમાજ જામનગર ટીમ દ્વારા આરાધ્ય દેવ ભગવાન પરશુરામ ના જન્મોત્સવની ઉજવણી પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આહવાન ભવ્ય
આહવાન બાઈક રેલી તેમજ મહાઆરતીનું આયોજન સાંજે ૪ : ૩૦ કલાકે ભીડ ભજન મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરી લાલ બંગલો , મિગ કોલોની ,રણજીત નગર પટેલ સમાજ, હિંગળાજ ચોક , જોલી બંગલો રોડ , ઓસવાળ હૉસ્પિટલ રોડ , હવાઈ ચોક , પંચેશ્વર ટાવર થઈ દુઃખ ભજન મહાદેવ મંદિર તળાવની પાળે આહવાન બાઈક રેલી પૂર્ણ કરવામાં આવી હતી. ત્યાર બાદ ભગવાન પરશુરામ દાદા ની મહા આરતી સાંજે ૭:૦૦ વાગ્યે કરવામાં આવી હતી. આ બાઇક રેલી તેમજ મહા આરતી માં સમસ્ત બ્રહ્મસમાજના તમામ આગેવાનો, અગ્રણીઓ, કાર્યકર્તા, યુવાનો, વડીલો, ભાઈઓ - બહેનો સમગ્ર પરિવાર સાથે ભવ્ય આહવાન બાઈક રેલીમાં જોડાવવા બ્રહ્મદેવ સમાજ જામનગરની ટીમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. બ્રહ્મદેવ સમાજ જામનગર જીલ્લા મીડિયા વિભાગના અધ્યક્ષ સચિન જોશી ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ભાવનગર
(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : આજે ભગવાન પરશુરામ જન્મોત્સવની ભાવનગરમાં ભવ્ય ઉજવણી થઈ હતી.
ભાવનગર શહેરમાં આજે સવારે ભગવાન પરશુરામ જન્મ જયંતી નિમિત્તે શહેરના કાળિયાબીડ સદગુરુ આશ્રમથી ભવ્ય શોભા યાત્રા નીકળી હતી જેમાં બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આજે પરશુરામજી જન્મોત્સવની સણોસરામાં ઉજવણી થઈ હતી.આ પ્રસંગે શોભાયાત્રા તથા મહાપ્રસાદ માટે અગ્રણીઓ દ્વારા આયોજન કરવામાં આવેલ.અક્ષય તળતિયા પરશુરામજી જન્મોત્સવની સણોસરામાં ભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી થઈ હતી. સણોસરા પંથક સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા થયેલાં આયોજન મુજબ શોભાયાત્રા, ધર્મસભા તથા મહાપ્રસાદ માટે અગ્રણીઓ કાર્યકર્તાઓનું સંકલન કરવામાં આવ્યું હતું.
સિહોરમાં ભગવાન પરશુરામ જયંતીની તા.૧૦ને શુક્રવારે બંધન પાર્ટી પ્લોટ સિહોર ખાતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરાશે જેમાં સવારે ૭:૩૦થી ૮:૩૦ સુધી પૂજનવિધિ, સવારે ૮:૩૦ કલાકે ખારાકૂવા ચોકથી બંધન પાર્ટી પ્લોટ સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સવારે ૧૦ કલાકે મહાઆરતી, ૧૦:૪૦થી ૧૧:૩૦ બ્રહ્મસભા અને ૧૧:૩૦થી બ્રહ્મચોર્યાશી પ્રસાદ.શોભાયાત્રા દરમ્યાન કલશધારી કન્યાઓ, વિપ્રવર્યોના મંત્રોચ્ચાર, ડીજેના તાલે રાસ-ગરબા, બ્રહ્મ બટુકોની વેશભૂષા, હનુમાનજી અને શિવજીના વેશ સહિત નળત્યો, ગગનભેદી જય ગર્જનાઓ કરવામાં આવેલ.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
