News of Friday, 10th May 2024
સામ પિત્રોડાની દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણી અંગે ભાવનગર શહેર ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું

ભાવનગર : તાજેતરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાજીએ પૂર્વ ભારતીયોને ચીની, દક્ષિણ ભારતીયોને આફ્રિકી અને પ?મિ ભારતીયોને આરબ જેવા કહીને રંગભેદ અને વંશીય જેવી શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણી કરેલ. તેના વિરોધમાં ભાવનગર શહેર ભાજપ દ્વારા ઘોઘાગેટ ખાતે સામ પિત્રોડાનું પૂતળું બાળીને તેનો અને કોંગ્રેસનો વિરોધ કરેલ. ઉક્ત કાર્યક્રમમાં ભાવનગર લોકસભાના ઉમેદવાર નિમુબેન બાંભણીયા, ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, ભાવનગર શહેર ભાજપના મહમંત્રીઓ અલ્પેશભાઈ પટેલ, નરેશભાઈ મકવાણા અને પાર્થભાઈ ગોંડલીયા સહિત શહેર સંગઠનના હોદ્દેદારો, મેયર ભરતભાઇ બારડ તેમજ મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને નગરસેવકો, વરિષ્ટ આગેવાનો, વોર્ડ સંગઠન તેમજ તમામ સેલ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
