<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

ઉનામાં બપોરે પરશુરામ ભગવાનની શોભાયાત્રાઃ સાંજે મહાઆરતી

મહાઆરતી બાદ બ્રહ્મસમાજના પરિવાર માટે મહાપ્રસાદ અને રાત્રીના સંગીત સંધ્‍યા

(નવીન જોષી દ્વારા) ઉના તા.૧૦: પરશુરામ ભગવાન જન્‍મ મહોત્‍સવ અવસરે આજે બપોરે પરશુરામ યુવા સંસ્‍થા તથા બ્રહ્મસમાજ દ્વારા શોભાયાત્રા નીકળી રહી છે. શોભાયાત્રા બાદ મહાઆરતી રાખેલ છે.

બ્રહામણો ના આરાધ્‍ય દેવ અને ભગવાન વિષ્‍ણુ ના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામ ભગવાન નો જન્‍મ મહોત્‍સવ ઊના શહેર અને તાલુકા ના તમામ બ્રહામણો દવરા શ્રી, પરશુરામ યુવા સંસ્‍થાન, શ્રી, સમસ્‍ત બ્રહ્મ સમાજ, સમુહ લગ્ન સમિતિ, બ્રહ્મ કર્મચારી મંડળ,શ્રી, ઉન્નત પૂરમ સંસ્‍કળત વિદ્યાલય ઊના ની આગેવાની હેઠળ તા,૧૦/૦૫ના શુક્રવારે યોજાશે બપોર ના બે વાગ્‍યા પછી તમામ બ્રાહ્મણો પોતાના કામ ધંધા બંધ રાખી ટાવર ચોક પાસે આવેલ બ્રહ્મ સમાજ ની વાડી એ શ્રી, ભગવાન પરશુરામ ની મૂર્તિ ની વિધિ પૂર્વક પૂજન કરવામાં આવશે.

કેશરી ખેસ ધારણ કરી ભગવાન પરશુરામ ની મૂર્તિ ને શણગારેલ રથ માં બિરજાવી વાજતે ગાજતે ભવ્‍ય શોભા યાત્રા શરૂ થશે જે શહેર ના મુખ્‍ય મુખ્‍ય માર્ગે મા ફરી સાંજે કન્‍યા વિદ્યાલય ના મેદાન માં પૂર્ણ થશે અને મહાઆરતી કરવામાં આવશે પછી ત્‍યાર પછી સમુહ મહાપ્રસાદ યોજાશે જેમાં ઊના શહેર અને તાલુકા ના સમસ્‍ત બ્રહ્મ+સમાજ ના સહ પરિવાર મહાપ્રસાદ લેશે રાત્રિ ના બ્રહ્મસમાજ ના કલાકારો દ્વારા સંગીત સંધ્‍યા યોજાશે.

(11:40 AM IST)