<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

બરડા ડુંગરમાં વનરાજોના સંવર્ધન કેન્‍દ્રમાં કાળઝાળ ગરમીમાં ઠંડક માટે સ્પ્રિકલર સીસ્‍ટમ

ઉનાળાને ધ્‍યાને લઇ વન વિભાગ દ્વારા જંગલ વિસ્‍તારમાં સિંહ તથા અન્‍ય પ્રાણીઓ માટે પીવાના પાણીની ખાસ વ્‍યવસ્‍થા કરવા ખોરાક માટેનું મોનેટરીંગ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૦: કાળઝાળ ગરમીમા

 બરડામાં સિંહોના સંવધન કેન્‍દ્રમાં વનરાજ માટે સ્‍પ્રિકલર સિસ્‍ટમ શરૂ કરાઇ છે.

ગરમીમાં વનરાજ (સિંહ)ના ખોરાકમાં ઘટાડો થાય છે. જુનાગઢ સક્કરબાગથી સપ્‍લાય કરવામાં આવે છે. પોરબંદર, રાણાવાવ અને દેવભુમી દ્વારકાના ભાણવડ વિસ્‍તારમાં આવેલ બરડા ડુંગરના સાત વિરડાનેશ રાણાવાવ તાલુકો વનરાજસિંહોના સંવર્ધન માટે બનાવેલ જીનપુલમાં હાલ વનરાજ સિંહો વસવાટ કરે છે. ઉલ્લેખનીય છે કે ગીષ્‍મ ઋતુના ગરમીના વાતાવરણ વનરાજ (સિંહો) ઓછો ખોરાક લેતા હોય છે. ત્‍યારે સક્કર બાગ ઝુ જુનાગઢથી ખોરાક મોકલવામાં આવે છે. જેના કારણે વનરાજ (સિંહ)ના ખોરાકમાં ઘટાડો કરવામાં આવેલ છે. કુદરતી બાર માસ પાણીથી ભરેલ જળાશય ડેમ પોરબંદર જીલ્લામાં નદીઓમાં વિવિધ સ્‍થળોએ પાણીથી ભરેલા જળાશયો-ડેમોમાં ખંભાળા, ફોદાળા, રાણસર, ગુલાબ સાગર, બારી સહીતના મુખ્‍ય તળાવોમાં બારેમાસ પાણીથી ભરેલા છે. બરડામાં ચિતલ, સાબર, નીલગાય, દીપડા, નીલગાય, શિયાળ સહીતના પ્રાણીઓ માટે ઉનાળાની ગરમીમાં પુરતા પાણીની વ્‍યવસ્‍થા કુદરતી રીતે પણ થયેલ છે.

વન્‍ય પ્રાણીઓને પીવાના પાણી માટે રાણાવાવ રેન્‍જમાં નોર્મલ ૪પ પાણીના પોઇન્‍ટ છે. જેમાં ૧પ પંદર કુદરતી પોઇન્‍ટ અને ૩૦ કૃત્રીમ કૃત્રિમ પોઇન્‍ટ આવેલ છે. દેવભુમી દ્વારકા જીલ્લાના ભાણવડ રેન્‍જમાં ૪ર પાણીના પોઇન્‍ટ છે. જેમાં ર૦ કુદરતી અને ૨૨ કૃત્રિમ પોઇન્‍ટ આવેલ છે. ૧૦ પવનચક્કી દ્વારા ભરવામાં આવે છે. દરીયા કાંઠાના જંગલોમાં વસવાટ કરતા વન્‍યપ્રાણીઓ માટે તંત્ર દ્વારા વીસ જેટલા કુવા બનાવવામાં આવેલ છે.

પોરબંદરના બરડા વિસ્‍તારમાં વનરાજ (સિંહ) માટે જીનપુલ બનાવવામાં આવેલ છે. હાલ ગીષ્‍મ ઋતુમાં દરમ્‍યાન સખ્‍ત ગરમી પડે છે. ત્‍યારે વનરાજોને ઠંડક મળી રહે તે માટે વન વિભાગ દ્વારા જીનપુલ વિસ્‍તારમાં સ્‍પ્રિકલર સિસ્‍ટમ વડે પાણીનો છંટકાવ કરવામાં આવી રહયો છે. ગરમીમાં વન્‍ય પ્રાણીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે તે માટે દર -ર બે કિ.મી.ના અંતરે વન્‍ય પ્રાણી-જીવસૃષ્‍ટિને પીવાનું પાણી મળી રહે તેમજ ઠંડક પણ મળી તે માટે વન વિભાગ દ્વારા પાણીની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

આ ઉપરાંત આ બરડા જંગલમાં માંગરોળ બાજુથી સ્‍થાયી થયેલ. સમ્રાટ નામનો વનરાજસિંહ અને ર બે વનરાજરાણી-સિંહણ પણ વરસાટ કરે છે. પોરબંદર જીલ્લામાં જંગલ વિસ્‍તારમાં દર બે કિ.મી. અંતરે વન્‍ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. તેમજ દરીયા કાંઠાના યાને હોસ્‍ટેલ વિસ્‍તારમાં વન્‍ય પ્રાણીઓ માટે કુવા પણ બનાવવામાં આવેલ છે. વનરાજ સમ્રાટ તથા વનરાજ રાણી બે ઘેડ વિસ્‍તારના જંગલમાં તેમજ દરીયા કિનારે દેખાય છે વસવાટ કરે છે. બરડા ડુંગર જંગમાં વનરાજ સિંહ, દીપડા, નીલગાય, જંગલી સુવર, હરણા, ચિતલ-સાબર તેમજ ઘોર ખોદીયા વિગેરે વસવાટ કરે છે. ઘોરખોદીયા ઘેડ વિસ્‍તારના કોસ્‍ટલ હાઇવે પર વધુ જોવા મળે છે. શિયાળ પણ જોવા મળે છે. કોસ્‍ટલ યાને દરીયાકાંઠા વિસ્‍તારમાં પણ વન્‍ય પ્રાણીઓ વિહરતા હોય જેથી ગીષ્‍મ ઉનાળાની ઋતુ ધ્‍યાનમાં રાખી વન વિભાગ દ્વારા પીવાના પાણીના પોઇન્‍ટ ઉભા કરી વનપ્રાણી જીવસૃષ્‍ટી માટે પાણીની ખાસ વ્‍યવસ્‍થા કરી છે. અને તેનું મોનેટરીંગ કરવામાં આવે છે. જે અંગે વન વિભાગના અધિકારી સામત ભમ્‍મરે જણાવેલ છે. કૃત્રીમ પીવાના પાણીના પોઇન્‍ટ પર પાણીના ટ્રેકટર-ટેન્‍ક દ્વારા વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે.

(11:48 AM IST)