News of Friday, 10th May 2024
પોરબંદરમાં બાઇક અકસ્માતમાં શાંતિબેન મોઢવાડીયાનું મોત
પતિ પાછળ બેસીને જતાં હતાં: રાજકોટમાં મૃત્યુ

રાજકોટ તા. ૧૦: પોરબંદર નજીક બાઇક અકસ્માતમાં ઇજા થતાં મહિલાને ગંભીર ઇજા થતાં રાજકોટમાં મૃત્યુ થયું હતુ઼.
જાણવા મળ્યા મુજબ પોરબંદર રહેતાં શાંતિબેન હરભમભાઇ મોઢવાડીયા (ઉ.વ.૩૭) પતિના મોટરસાઇકલમાં બેસીને તા. ૮ના રોજ પોરબંદર નજીકથી પસાર થતાં હતાં ત્યારે બીજા એક બાઇક સાથે અકસ્માત સર્જાતા શાંતિબેનને ગંભીર ઇજા થતાં પોરબંદર સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગત રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ખાનગી હોસ્પિટલ મારફત ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવતાં પ્રાથમિક કાર્યવાહી કરી પોરબંદર પોલીસને કાગળો મોકલાયા હતાં.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
