<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

કોચીમાં ચિત્રવર્ક શોપ એકઝીબીશનમાં પોરબંદરના સોનલ બેન ઓડેદરાની આર્ટીસ્‍ટ તરીકે પસંદગી

(વિનુભાઇ જોષી દ્વારા) જુનાગઢ તા.૧૦ કેરાલા કોચી ખાતે જૈન યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં વર્કશોપ અને ચિત્ર એકઝીબીશનનું બે દિવસીય આયોજન કરાયુ હતુ જેમાં સમગ્ર ભારત માંથી સિલેકટેડ આર્ટીસ્‍ટોને બોલાવામાં આવેલ હતા જેમાં મહારાષ્‍ટ્ર આસામ બેંગલાર સહિત અલગ અલગ રાજયોના જિલ્લા ઓમાંથી સિનીયર આર્ટીસ્‍ટો તથા નેશનલ એર્વોડ મેળવેલ આર્ટીસ્‍ટની પસંદગી જેમાં મુળ પોરબંદર હાલ કેશોદ મેર સમાજના અગ્રણી રામભાઇ કેશવાલાની પુત્રી સોનલબેન રણજીતભાઇ ઓડેદરા પસંદગી પામ્‍પા હતા

તેઓ જૈન યુનિર્વસિટી કોચી ખાતે પહોંચી વર્કશોપ અને ચિત્ર એકઝીબીશનમા઼ ભાગ લીધો હતો.અને ત્‍યાંતેઓએ કેરલાની પ્રકૃતિ ચિત્ર બનાવી સૌને અભિભૂત કરેલ અન્ને ઉલ્લેખનીય છે કે પોરબંદરના મહિલા આર્ટીસ્‍ટ સોનલબેન ઓડેદરા આર્ટીસ્‍ટ તરીકે ઉભરી આવ્‍યા છે અને ભારતના વિવિધ સ્‍થળે પોતાના ચિત્રો રજુ કરી એકઝીબીશન માં મુકી મેર સમાજનું અને પોરબંદરનું ગૌરવ વધારી રહ્યા છે. ત્‍યારે કોચી ખાતે તેમનું સન્‍માન પ્રમાણપત્ર એનાયત કરી કરાયુ હતુ પોરબંદર અને મહેર સમાજ માંથી સોનલબેન ઓડેદરા એક પસંદગી પામ્‍યા હતા.અને આ ચિત્ર વર્કશોપ એકઝીબીશનમાં અમદાવાદ બરોડા આણંદ આસામ બેંગ્‍લુરૂ મહારાષ્‍ટ્ર અલગ અલગ જગ્‍યા એ થી આર્ટીસ્‍ટોએ ભાગ લીધો હતો સોનલબેનને આ સિધ્‍ધી મેળવવા બદલ મહેર સમાજના આગેવાનો મો.૯૯૨૫૩ ૩૫૧૩૫ ઉપર અભિનંદન પાઠવી રહ્યા છે.

(11:50 AM IST)