<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

જુનાગઢની નોબલ સ્‍કુલનું ધો.૧ર કોમર્સનું રેકોર્ડબ્રેક પરિણામ

૯૭ ટકા પરિણામ ટોપટેનમાં ૧૦ વિદ્યાર્થીઓએ સ્‍થાન મેળવ્‍યુ

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૦ : જુનાગઢ નોબલ હાયર સેકન્‍ડરી સ્‍કુલ ધો.૧ર કોમર્સનું રેકોર્ડબ્રેક પરિણામ આવેલ છે.

જેમાં નોબલ સ્‍કુલનું ૯૭ટકા પરિણામ આવેલ તેમાં સ્‍કુલ ૪ વિદ્યાર્ર્થીઓએ એવન ઁગ્રેડ મેળવેલ છે અને ૪૦ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્‍ત કરેલ છે.

ઢોલરીયા દ્રષ્‍ટીએ ૯૯.૬૯ પીઆર, સિધ્‍ધપરા ધ્રુવિકા એ ૯૯.૬૭ અને  ઝીંઝુવાડીયા નંદન ૯૯.૩૪, પાઘડાર બિરવા ૯૯.૧૪, બગડા જય ૯૮.૬૪, જોષી વિશ્વા ૯૮.પ૦, માવાણી બંસી ૮૯.૪ર, છત્રાળા પ્રીન્‍સ ૮૮.૮૬, યુસુફ જઇ સમન ૮૮.૭૧, કાથરોટીયા નેન્‍સી ૮૮.ર૯, આમ શાળાના ટોપટેનમાં વિદ્યાર્થીઓએ શાળાનું ઉજજવળ પરિણામ લાવવા શાળા સંચાલક કે.ડી. પંડયા, સહ સંચાલક એસ.કે.પંડયા, પ્રિન્‍સીપાલ આર.વી.ઓડેદરાએ અભિનંદન પાઠવ્‍યા હતા. તેમ નોબલ સ્‍કુલના શ્રી સિધ્‍ધાર્થ પંડયાએ અખબારી યાદીમાં જણાવ્‍યું હતુ.

(11:56 AM IST)