<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

જુનાગઢ આલ્‍ફા હાઇસ્‍કુલ ધો.૧ર સાયન્‍સ અને કોમર્સનું રેકોર્ડબ્રેક પરિણામઃ શાળા પરિવારમાં ખુશીનો માહોલ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૦ :  : જુનાગઢ આલ્‍ફા સ્‍કુલના સંચાલક શ્રી જી.પી.કાઠીએ અખબારી યાદીમાં જણાવ્‍યું છે કે, અમારી શાળાનું ધો.૧ર સાયન્‍સનું અને કોમર્સનું રેકોર્ડબ્રેક પરિણામ આવેલ છે. જેમાં સાયન્‍સના વિષયોમાં ૬ વિદ્યાર્થીઓએ એવન અને ર૭ વિદ્યાર્થી એ ટુ ગ્રેડ મેવેલ છે. અને  ડોડીયા જેમ્‍સ કિશોરકુમાર ગણિતમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવી બોર્ડમાં પહેલો નંબર તેમજ સોલંકી આસ્‍થા અરજણભાઇએ બાયોલોજી ૧૦૦માંથી ૯૮ ગુણ મેળવીને ત્રીજો નંબર પ્રાપ્‍ત કર્યો છે. ડોડીયા જેમ્‍સ ૯પ.૬૮ સોલંકી આસ્‍થા ૯૯.૬૯ વાજા વિજય ૯પ.ર૮ તેમજ ભરડા મિ ૯પ.ર૮ વાજા કાનાભાઇ ૯૪.૪૭ પાઘડાર ખુશી ૯૬.૯૦ પી.આર. સાથે આ છ એ છ વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવ્‍યો છે.

શ્રી જી.પી.કાઠીએ વધુમાં જણાવેલ કે ધો.૧ર કોમર્સમાં જુનાગઢ જિલ્લામાં સૌથી વધારે એવન ગ્રેડ અમારી શાળાના ૧૬ વિદ્યાર્થીઓએ મેળવ્‍યો છે. જેમાં મારૂ પાયલ ૯૯.૮૪ લાખાણી તિર્થ ૯૯.૮૪ પરમાર હિરેન ૯૯.૮ર, વાછાણી સ્‍મિત ૯૯.૮૦ કારેણા મયંક, ૯૯.૬૯ ઘરસંડા માલવી ૯૯.પ૭, સાદરાણી સ્‍નેહી ૯૯.પ૭, બારોટ અંશિકા ૯૯.૩૮, પરમાર પ્રણવ ૯૯.ર૯ દવે પ્રેમ ૯૯.ર૯, ગરાળા આયેશા ૯૯.ઘ૮, ચૌહાણ કેશવી ૯૯.૩, જીવાણી વંશ ૯૮.૯૬, દુબે અદિતી ૯૮.૯૧, ઓઠા અરીન ૯૮.૮૪, કાચા હસ્‍તી ૯૮.૭૭, આમ ૧૬ વિદ્યાર્થીઓએ ૯૯ પી.આર. સાથે એવન ગ્રેડ પ્રાપ્‍ત કરી શાળાનું ગૌરવ વધારતા આલ્‍ફા હાઇસ્‍કુલના સંચાલક શ્રી જી.પી.કાઠી સહ સંચાલક  ચેતનભાઇ કાઠી તથા સ્‍ટાફે મીઠુ મો કરાવી અભિનંદન પાઠવ્‍યા હતા.

(11:57 AM IST)