News of Friday, 10th May 2024
ધોરાજીના લાભુબેન બાબરીયાનું અવસાન ર૬૩મું ચક્ષુદાન મળ્યુ

ધોરાજી : લાભુબેન ભગવાનજીભાઇ બાબરીયાનું અવસાન થતાં માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરાતા ચક્ષુદાન સેન્ટરના અધિકક્ષ ડો. જયેશ વેસેટીયન અને ડો. નિકુંજ ચોવટીયા અને મેડીકલ ટીમના દિપકભાઇ અને નિતીન ચુડાસમા અને રાકેશ પરમાર સહિતનાઓએ સેવાઓ બજાવી હતી. આ તકે કરશનભાઇ ભગવાનજીભાઇ બાબરીયા, ગોવિંદભાઇ બાબરીયા, નટુભાઇ બાબરીયા, રસીકભાઇ બાબરીયા, અલ્પેશભાઇ બાબરીયા, જેનીલભાઇ બાબરીયા, પાર્થભાઇ બાબરીયા, એડવોકેટ લલીતભાઇ બાબરીયા, હરસુખભાઇ સાવલીયા, જયસુખભાઇ બાબરીયા સહિતના હાજર રહેલ હતા ધોરાજી વિસ્તારમાં ચક્ષુદાન દેહદાન, સ્ક્રીન ડોનેશન માટે મો. ૯૮૯૮૭ ૦૧૭૭૪, મો. ૯૮૯૮૭ ૧પ૭૭પ અને સરકારી હોસ્પીટલ ધોરાજી ૦ર૮ર૪ રર૦૧૩૯ ઉપર કોન્ટેક કરવા જણાવેલ. આ તકે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકી, બાબરીયા પરીવારની સેવાઓને બીરદાવી સ્વ. લાભુબેનને શ્રધ્ધા સુમન અર્પણ કરેલ હતાં. માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પીટલને ર૬૩મું ચક્ષુદાન મળેલ છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
