News of Friday, 10th May 2024
નેતાઓ ગાયબ! માળિયા(મી.)નાં બગસરા ગામમાં પીવાના પાણી માટે વલખાં

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧૦: માળીયા(મી.) તાલુકાના બગસરા ગામે પીવાના પાણીની સમસ્યા ઉદભવી છે. માળીયા(મી.) તાલુકાના છેવાડાના ગામ બગસરામાં પીવાનું પાણી પૂરતું ન આવતા ૨ હજાર લોકો અને ૭૦૦ જેટલા પશુઓને તરસ્યા રહેવાનો ઘાટ સર્જાયો છે.
પીવાના પાણીની સમસ્યા બાબતે પાણી પુરવઠા અધિકારી અને તંત્રને પંચાયત દ્વારા લેખિત રજૂઆતો તથા ફોન પર છેલ્લા ૩ થી ૪ વર્ષથી સતત રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ બગસરા ગામની પીવાના પાણીની જેવી ઙ્કાથમિક સુવિધા બાબતે પણ સ્થાનિક વહિવટીતંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતુ નથી.
માળિયા તાલુકાના બગસરા ગામે પાણીની ઉંચી ટાંકી અને સંપ બનાવવા બાબતે પાણી પુરવઠા વિભાગના અધિકારીને ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
ગ્રામ પંચાયત દ્વારા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના સંદર્ભે પાણી પુરવઠા વિભાગના અધિકારીને જણાવાયું છે કે, ગામમાં જુની ટાંકી અને સંપ જર્જરીત હાલતમાં છે જેના કારણે પાણી સંગ્રહ થઈ શકતું નથી. તેથી ગામમાં નવી ઉંચી ટાંકી અને સંપ બનાવવા માટે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરેલ અને તે સંદર્ભે મળેલા પત્ર અન્વયે આ કામ તાત્કાલિક કરવામાં આવે તેવી ગ્રામજનોની રજૂઆત છે.
(12:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
