તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Friday, 10th May 2024
જામનગરમાં શ્રી પ નવતનપુરીધામ ખીજડા મંદિરે આચાર્ય શ્રી ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજની અધ્યક્ષતામાં જામસાહેબની ઉપસ્થિતિમાં શિલાન્યાસ સમારોહ

જામનગર : જામનગરમાં આવેલ શ્રી કળષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાયની આદ્યપીઠ શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિરનું ૪૦૦ વર્ષ બાદ અક્ષય તળતીયા એટલે કે, અખાત્રીજના શુભ દિવસે જામનગરના રાજવી જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી, શ્રી ૫ નવનપુરી ધામ- ખીજડા મંદિરના આચાર્ય શ્રી ૧૦૮ કળષ્ણમણીજી મહારાજ, શ્રી ૫ મહામંગલ પૂરી ધામ- સુરતના શ્રી ૧૦૮ સૂર્યનારાયણજી મહારાજ, શ્રી સદાનંદજી મહારાજ, અમળતરાજજી મહારાજ, જગતરાજજી મહારાજ, ટહલકિશોરજી મહારાજ, સહિતના સંતો મહંતો અને ઉપસ્થિત સુંદરસાથજી ભાવિકોની ઉપસ્થિતિમાં શિલાન્યાસ સમારોહ સંપન્ન થયો હતો. આ પ્રસંગે પ્રણામી ધર્મના અનુયાયીઓએ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
