News of Friday, 10th May 2024
પોરબંદર જયશ્રીબેન ગોઢાણિયા અંગ્રેજી માધ્યમ હાઇસ્કૂલનું ધો.-૧૨ સામાન્ય પ્રવાહનું વિક્રમ સર્જક ૯૫ ટકા રીઝલ્ટ

પોરબંદર,તા. ૧૦: શ્રીમતી જયશ્રીબેન વિરમભાઇ ગોઢાણિયા અંગ્રેજી માધ્યમ હાઇસ્કુલનું ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું વિક્રમસર્જક ૯૫ ટકા રીઝલ્ટ આવ્યું છે.
પોરબંદર જિલ્લામાં શિક્ષણ, શિસ્ત અને સંસ્કાર ઘડતર કરતી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી જયશ્રીબેન વિરમભાઇ ગોઢાડીયા ઇંગ્લીશ મીડીયમ હાઇસ્કૂલનું રાજ્ય બોર્ડ દ્વારા તાજેતરમાં માર્ચ ૨૦૨૪માં લેવાયેલી ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહ (અંગ્રેજી માધ્યમ)નું પરિણામ જાહેર થતા આ સ્કૂલના આચાર્ય ભાવનાબેન અટારાના માર્ગદર્શન હેઠળ આ સ્કૂલનું પરિણામ ૯૫ ટકા રેકોર્ડ બ્રેક પરિણામ આવેલ છે.
એ-૧ માં ૨ વિદ્યાર્થીઓ અને ૨૨ વિદ્યાર્થીઓ એ-૨ માં આવતા તેજસ્વી છાત્રો વાલીઓમાં તેજસ્વી વિદ્યાર્થી શ્રી હેત્વીબેન હિરેનભાઇ ચોલેરા એ-૧ ૯૮.૯૬ પીઆર સાથે સ્કૂલ પ્રથમ તથા આયુષીબેન અજયભાઇ ઠકરાર એ-૧ ૯૮.૭૧ પી.આર. દ્વિતીય સ્થાને આવતા તેઓને પુષ્પગુચ્છ આપી સન્માનીત કરવામાં આવેલ હતા.
સ્કૂલનું સામાન્ય પ્રવાહ (ઇંગ્લીશ મીડીયમ) ધો.૧૨નું સ્કૂલનું રેકોર્ડ બ્રેક ૯૫ ટકા પરિણામ આવતા ટ્રસ્ટના પ્રમુખ ડો.વિરમભાઇ ગોઢાણીયા, મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અર્જુનભાઇ મોઢવાડીયા, ટ્રસ્ટી શ્રી ભરતભાઇ ઓડેદરા, શ્રીમતી શાન્તાબેન ઓડેદરા, શ્રીમતી જયશ્રીબેન ગોઢાણીયા, શ્રી ભરતભાઇ વિસાણા એકિટવ ટ્રસ્ટી ડો.હિનાબેન ઓડેદરા, શ્રીમતી જયશ્રીબેન ગોઢાણીયા, બી.એડ. કોલેજના ડાયરેકટર ડો.ઇશ્વરભાઇ ભરાડા ગોઢાણીયા મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો.કેતનભાઇ શાહ અને ટ્રસ્ટના અંગત સેક્રેટરી શ્રી કમલેશભાઇ થાનકીએ શાળાના આચાર્ય સહિત સ્ટાફ પરિવારને અભિનંદન પાઠવવામાં આવેલ છે.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
