<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th May 2024

ટંકારાના સખપર ગામેથી જીરું અને લસણ બાચકા સહીત 4 લાખથી વધુની ચોરી.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ટંકારાના સખપર ગામે વાડાના મકાનમાંથી જીરું અને લસણના બાચકાની ચોરી થઇ હોવાની ધટના સામે આવી છે તો બનાવ અંગે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    ટંકારાના સખપર ગામે રહેતા હસમુખભાઈ રણછોડભાઈ કોરીંગા એ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના ખેતીકામ કરે છે ગત તા. 5 ના રોજ તેના ઘરની બાજુમાં આવેલ વાડાના મકાનમાં જીરું તથા લસણ રાખેલ હોય જે રાત્રીના સમયે માલઢોરને નીરણ નાખવા અગિયાર વાગ્યે ગયેલ ત્યારે પડેલ હોય તો બીજા દિવસે સવારે ફરી માલઢોરને પાણી તથા નીરણ નાખવા હસમુખભાઈ જતા વાડાના મકાનમાં જીરાના નાના મોટા બાચકા નંગ ૩૬ તથા લસણના નાના મોટા બાચકા નંગ ૧૧ જેના પર પાવન ટ્રેડીંગનો માર્ક મારેલ હતા અને અમુક બાચકા પર હસમુખ રણછોડ લખેલું હતી જે જોવામાં  ન આવતા આસપાસમાં તપાસ કરતા મળી ન આવતા જીરું અને લસણના બાચકા સહિતનો કુલ મુદામાલ કીમત રૂ.૪,૧૨,૫૦૦ ની ચોરી કોઈ અજાણ્યા લઇ ગયો હોવાની ફરિયાદ ટંકારા પોલીસમાં નોંધવી છે તો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:38 AM IST)