તા. ૩ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૩ બુધવાર
News of Saturday, 11th May 2024
મોરબીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ઈનોવાની ચોરી, ટીકર પાસે કાર રેઢી મળી આવી.
ઈનોવા કારની ચોરી ઉપરાંત અન્ય ચાર કારની ચાવીઓ પણ ચોરાઈ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી પંથકમાં પોલીસનું કોઈ અસ્તિત્વ જ રહ્યું ના હોય તેમ વાહન ચોરી કરતી ટોળકી બેફામ બની ગઈ છે છાશવારે બાઈક ચોરી,ઘરફોડ ચોરીના બનાવ બનતા રહે છે અને તસ્કરોની હિમત એટલી વધી ગઈ છે કે મોરબીના પોશ મનાતા લીલાપર કેનાલ રોડ પર આવેલ એપાર્ટમેન્ટમાં ઘુસી તસ્કરો ઈનોવા કાર ચોરી કરી ગયા હતા એટલું જ નહિ અન્ય ચાર જેટલી કારની ચાવીઓ પણ ચોરી થઇ હતી જે ચોરી થયેલ ઈનોવા કાર ટીકર ગામ પાસેથી રેઢી મળી આવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છ.
મોરબીના રવાપર રોડ સુભાષનગરમાં રહેતા દીપકકુમાર ધનજીભાઈ દેત્રોજાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૭ ના રોજ સવા નાકે વાગ્યે ભાઈનો ફોન આવ્યો કે ગત તા. ૦૬ ના રોજ સાંજે કારખાનેથી આવી પ્લેટીનયમ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઈનોવા જીજે ૩૬ એએલ ૩૭૧૦ વાળી પાર્કિંગમાં રાખી હતી અને ચાવી એપાર્ટમેન્ટ પાર્કિંગના બોક્ષમાં રાખી હતી અને તા. ૦૭ ના રોજ સવારના નવેક વાગ્યે ઈનોવા કાર લેવા જતા ઈનોવા કાર જોવા મળી ના હતી અને સીસીટીવી ચેક કરતા તા. ૦૭ ના રોજ રાત્રીના અઢી વાગ્યાના અરસામાં એક બુરખો પહેરેલ ઇસમ આવી ઈનોવાની ચાવી મેળવી ચોરી કરી જતો જોવા મળ્યો હતો ત્યાં પાર્કિંગમાં રહેલ અન્ય કાર જીજે ૩૬ એએફ ૯૪૧૪ ચોરી કરવાની ટ્રાય કરી હતી પરંતુ તે કાર પાર્કિંગમાંથી નહિ નીકળતા કારમાં થોડું નુકશાન હતું હતું.
બાદમાં અમારી ઈનોવા ચોરી કરેલ જોવા મળ્યું હતું એપાર્ટમેન્ટના ચાવીના સ્ટેન્ડમાંથી દીપુલભાઈ બાવનજીભાઈ ભાલોડીયાની ઈનોવા કારની ચાવી, વિઠલભાઈ ગોધાણીની એન્ડઓવર કાર જીજે ૩૬ એફ ૫૧૧૮ ની ચાવી તેમજ જશવંતભાઈ વાસજાળિયાની કાર જીજે ૩૬ એએલ ૪૨૧૨ ની ચાવી તેમજ વિજયભાઈ કાન્તીભાઈ ફેફરની ઈનોવા કાર જીજે ૩૬ બી ૩૩૧૩ ની ચાવી મળી આવી ના હતી અને ચોરી થયાનું જણાઈ આવ્યું હતું આમ ફરિયાદીના ભાઈ વિજયભાઈના એપાર્ટમેન્ટ નીચે પાર્કિંગમાંથી અજાણ્યા ઇસમ ઈનોવા કાર જીજે ૩૬ એએલ ૩૭૧૦ કીમત રૂ ૩૬ લાખ અને રોકડ રૂ ૧૨ હજાર મળી કુલ રૂ ૩૬.૧૨ લાખની ચોરી કરી તેમજ ચાવીના બોક્ષમાંથી મેળવી ઈનોવા કારની ચોરી કરી હળવદના ટીકર ગામ પાસે રેઢી મૂકી જતા રહયાની ફરિયાદ નોંધાવી છે મોરબી એ ડીવીઝન પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
(12:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
