News of Saturday, 11th May 2024
મોરબીના દરબારગઢ ફીડરમાં મેન્ટેનન્સ કામગીરીને પગલે શનિવારે બપોર સુધી વીજકાપ રહેશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : પીજીવીસીએલના દરબાર ગઢ ફીડરમાં મેન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી તા. ૧૧ ને શનિવારે સવારે ૬ થી બપોરે ૧૨ કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
જેથી દરબારગઢ ફીડરમાં આવતા દફતરીશેરી, મહેન્દ્ર ડ્રાઇવ રોડ, દરબારગઢ, જાની શેરી, નાગનાથ શેરી, વેરાઈ શેરી, સોની બજાર, પારેખ શેરી, કંસારા શેરી, ગ્રીન ચોક, સાંકડી શેરી, ઘંટીયા પરા, દેરાશર શેરી, ખત્રિવાડ ૧ થી ૭, નાની બજાર, સોફફી મોલ્લા, રામ ઘાટ, નાની-મોટી માધાણી શેરી, ચૌહાણ શેરી, વાંકાનેર દરવાજા, મકરાણી વાસ.તથા આસપાસના વિસ્તારોમાં વીજકાપ રહેશે.
(1:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
