<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

વાંકાનેરના વાલાસણ સેવા સહકારી મંડળીની ચુંટણી યોજાઇ

વાંકાનેર, તા., ૧૩: તાલુકાના વાલાસણ ગામની સેવા સહકારી મંડળીની ગઇ કાલે શનિવારે ચુંટણી યોજાઇ હતી. જેમાં સહકારી આગેવાન ઇસ્‍માઇલભાઇ કડીવારની પેનલના તમામ સભ્‍યોનો વિજય થયો હતો. જયારે સામે સરપંચ બસીરભાઇની પેનલના તમામ સભ્‍યોની હાર થઇ હતી.

નાના સીમાંતની એક બેઠક પર ઇસ્‍માઇલ ફતેમામદ કડીવાર, મહિલા અનામતની બે બેઠક પર જોહરાબેન અયુબભાઇ કડીવાર તથા મરીયમબેન અલીભાઇ સિપાઇ તેમજ અન્‍ય સામાન્‍ય ખેડુતની ૧ર બેઠક પર (૧) અબ્‍દુલ અલીભાઇ કડીવાર (ર) અયુબભાઇ જીવાભાઇ કડીવાર (૩) ઇબ્રાહીમ હાજીભાઇ કડીવાર (૪) ઉસ્‍માન અલાવદી કડીવાર (પ) ઉસ્‍માનગની સાવદીભાઇ કડીવાર (૬) મંજુરહુશેન ઉસ્‍માનભાઇ ચારોલીયા (૭) મહમદહનીફ મીરાંજીભાઇ કડીવાર (૮) મહમદહનીફ કડીવાર (૯) માહમદ અલીભાઇ ખોરજીયા  (૧૦) મુખ્‍તાર માહમદહુશેન સિપાઇ (૧૧) રહીમ જીવાભાઇ ભોરણીયા અને (૧ર) હુશેનભાઇ મામદભાઇ ખોરજીયાનો વિજય થયો હતો.

(10:43 AM IST)