તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
દ્વારકામાં વિનાયક ચોથના દિવસે રિધ્ધિ સિધ્ધિ ગણપતિ મંદિરે પંચ કુંડી મહાયજ્ઞ સાથે ધાર્મિક ઉત્સવ

દ્વારકાઃ ધર્મ નગરી દ્વારકામાં તમામ તહેવારોની ઉજવણી થતી હોય છે ત્યારે ગઈકાલે શ્રી વિનાયક ચોથની ઉજવણી દ્વારકાનો સેવા ક્ષેત્રે જાણીતું રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિરે પંચકુડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ દ્વારકાની ધર્મ પ્રેમી જનતાએ લીધો હતો પંચ કુંડી મહાયજ્ઞ સાથે ગણપતિ મંદિરે ધ્વજારોણ ખુલ્લા પડદે સ્નાન અભિષેક સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ વર્ષ થયા શ્રી વિનાયક ચોથના રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિરે પંચકુડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષ આવા અનેક ધાર્મિક અને સોશ્યલ કાર્યક્રમો દ્વારકાનાં આ રિદ્ધિ સિદ્ધિ યુવા ગ્રુપમાં માધ્યમ થી કરવામાં આવે છે. (અહેવાલઃ વિનુભાઇ સામાણી, તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
