તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
કામ ધંધો નહીં મળતા સુત્રેજ ગામના યુવાનની આત્મહત્યા
જૂનાગઢની મહિલાની એસિડ પીવાથી અને કણઝાના વૃધ્ધનું ઝેરી ટીકડા પી જતા મોત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૩ : જુનાગઢ જિલ્લામાં અપમળત્યુના વધુ ત્રણ કિસ્સા નોંધાયા હતા. જેમાં કામ ધંધો નહીં મળતા સુત્રેજ ગામના યુવાનની આત્મહત્યા કરી લેતા અને
જૂનાગઢની મહિલાની એસિડ પીવાથી તેમજ કણઝાના વળદ્ધનું ઝેરી ટીકડા પી જતા મોત થવાથી અરેરાટી વ્યાપી ગઈ હતી.કેશોદ તાલુકાના સુત્રેજ ગામે રહેતા ભરત વજશીભાઈ માવલિયા ઉ. વ. ૨૫ નામના યુવાનને ઘણા સમયથી કામ ધંધો મળતો ન હોય જેના લીધે સતત ટેન્શનમાં રહેતો હતો. આખરે કંટાળી જઈને ભરતભાઈએ ઝેરી પાવડર પીને આત્મહત્યા કરી લેતા તેનું સારવાર દરમિયાન મળત્યુ નીપજ્યું હતું.
જ્યારે જુનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં રહેતા રસિદાબેન જમાલભાઈ સરગસીયા ઉ. વ. ૪૪ નામની મહિલાએ ૧૦ એપ્રિલના રોજ ગટગટાવી લેતા તેનું સારવાર દરમિયાન મળત્યુ થતા પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઈ હતી.
તેમજ વંથલી તાલુકાના કણજા ગામના પીઠાભાઈ મુળાભાઈ બગડા ઉ. વ. ૬૫ ગામના વળદ્ધે ૧૧ એપ્રિલના રોજ પોતાના ઘરે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા પી જતા સારવાર દરમિયાન મોત થતા વંથલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
