તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહય બફારા વચ્ચે માવઠાની આગાહીથી ચિંતા
કમોસમી વરસાદ પડે તો કેસર કેરી અને ઉનાળુ પાક ઉપર ખતરોઃ સવારથી આકરો તાપ

રાજકોટ,તા. ૧૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં અસહય બફારા વચ્ચે માવઠાની આગાહીથી ચિંતા વ્યાપી ગઇ છે.
જૂનાગઢ
(વિનુ જોષી દ્વારા) જૂનાગઢઃ ઉનાળો હજુ પકકડ જમાવી રહ્યો છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં તાપમાન ઊંચું રહ્યા બાદ હવે ગરમીના દિવસોમાં વરસાદની આગાહી થઈ છે જેને લઈને સોરઠના ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે.
હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પરિણામે જુનાગઢ જિલ્લા સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ૧૩ મેથી ૧૭ મે એટલે કે પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
માવઠાની સાથે વીજળી પડવાની પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે. જો માવઠું થાય તો કેસર કેરી અને ઉનાળુ પાક પર જોખમ ઊભું થઈ શકે છે. આખી ખેડૂતોએ તેમની જણસ સહિત પાકને સલામત સ્થળે રાખવા સલાહ આપવામાં આવી છે.
દરમિયાન આજથી વરસાદની આગાહી વચ્ચે જુનાગઢ સહિત સોરઠમાં સતત ચોથા દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહ્યું છે. જેની સાથે સાથે બફારો અને ઉકળાટ પણ થઈ રહ્યો હોવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
