<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

ધો. ૧૦ના પરિણામમાં ફરીવાર ગોંડલ BAPSના કુમારો તથા કન્‍યાઓ અગ્રેસર

બોર્ડ ટોપ ૧૦માં સ્‍થાન પ્રાપ્‍ત કરતા ગુરૂકુળના ૧૩ વિદ્યાર્થીઓ તથા : વિદ્યાર્થીનીઓ : ૯૯થી વધારે પીઆર પ્રાપ્‍ત કરતા ૭૨ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ

 

(અશોક જોશી દ્વારા) ગોંડલ તા. ૧૩ : એસએસસી માર્ચ ૨૦૨૪ ના પરિણામમાં બીએપીએસ સ્‍વામિનારાયણ વિદ્યામંદિર ના કુમાર તથા કન્‍યાઓએ ઉત્‍કળષ્ટ દેખાવ કરી અગ્રેસર રહ્યા હતા.

ભંડેરી જીલ, નારોલા શુભ અને વોરા પ્રીત તથા કાલરીયા નિષ્ઠા અને કાવઠીયા જીયા એ ૯૯.૯૮ પી આર પ્રાપ્ત કરીને સમગ્ર કેન્‍દ્રમાં પ્રથમ ક્રમાંક તથા બોર્ડમાં દ્વિતીય  સ્‍થાન પ્રાપ્ત કરી સંસ્‍થાનું ગૌરવ વધાર્યું છે. આ સાથે કુલ ૧૩ વિદ્યાર્થીઓ એ બોર્ડ ટોપ ૧૦ માં સ્‍થાન પ્રાપ્ત કર્યું હતું. શાળાના ૭૨ વિદ્યાર્થીઓએ ૯૯ પી.આર કરતાં વધારે માર્કસ પ્રાપ્ત કર્યા હતા. ૩૪ વિદ્યાર્થીઓએ ગણિતમાં, ૧૨ વિદ્યાર્થીઓએ સામાજિક વિજ્ઞાનમાં, ૧૦ વિદ્યાર્થીઓએ વિજ્ઞાનમાં અને ૨૪ વિદ્યાર્થીઓએ સંસ્‍કળત વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્ક્‍સ પ્રાપ્ત કર્યા હતા.

વિદ્યાર્થીઓએ જણાવ્‍યું હતું કે શાળાના શિક્ષકો દ્વારા મળતું ઉત્તમ માર્ગદર્શન, અહીંયા વાંચન માટે આપવામાં આવતી અલગ રીડિંગ હોલની સુવિધા તથા શાળાના સંસ્‍કારયુક્‍ત વાતાવરણનો વિશેષ ફાળો રહ્યો હતો.

સંતો, આચાર્યશ્રી, શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થીઓને ગુરૂકુળ પરિવારે અભિનંદન.  પાઠવેલ  છે.

(1:13 PM IST)