<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

રવનીના ડબલ મર્ડરમાં આરોપીઓને પકડવા ૮૫ની પૂછપરછ : ૫૦ સીસીટીવીની તપાસ

પિતા રફીક સાંઘ અને પુત્ર જીહાલ સાંઘની હત્‍યામાં પોલીસની ટીમો દ્વારા જુદી-જુદી દિશામાં તપાસ

(વિનુ જોશી દ્વારા)  જૂનાગઢ તા. ૧૩ : વંથલી તાલુકાના રવની ડબલ મર્ડર કેસના આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ તંત્રએ તમામ તાકાત લગાવી છે.

આ કેસમાં અત્‍યાર સુધીમાં ૮૫થી વધુ શખ્‍સની પુછપરછ.અને ૫૦થી વધારે કેમેરની ચકાસણી કરી તપાસને વધુ તેજ કરવામાં આવી છે. વંથલી તાલુકાના રવની ગામના સલીમ હબીબ સાંધની હત્‍યાના મનદુઃખથી શુક્રવારની રાત્રે જીહાલ સાંધ અને તેના પિતા રફીકભાઈ અમદભાઈ સાંધની ફાયરિંગ કરીને હત્‍યા નીપજાવવામાં આવી હતી.

 આ ડબલ મર્ડરના આરોપીઓ ઝાપોદડ ગામના રહીમ ઉર્ફે ખુરી ઈસાભાઈ સાંધ, રવની ગામના જુમા હબીબ સાંધ, હનીફ ઇસ્‍માઈલભાઈ, અબ્‍દુલ ઉર્ફે અબલો ઈબ્રાહીમભાઇ, ઈસ્‍માઈલ ઇબ્રાહીમભાઇ, પોલાભાઈ યુસુફભાઈ અને રવની ગામના હુસેન અલારખા સાંધ સહિત ૭ શખ્‍સની ધરપકડ માટે ડીવાયએસપી બી. સી. ઠક્કરના માર્ગદર્શનમાં વંથલી પીએસઆઇ વાય. બી. રાણા તથા તેની ટીમ દ્વારા ૪૦થી વધારે ઈસમોની પૂછપરછ કરી અત્‍યારે અત્‍યારે આવો સુધી પહોંચવા માટે તપાસ કરવામાં આવી છે. આ જ પ્રમાણે એલસીબીના જે. જે. પટેલની ૨ ટીમે આરોપીઓનું લોકેશન મેળવવા માટે ૧૫ શખ્‍સોની પૂછતાછ હાથ ધરવામાં આવી હતી. એસ ઓ જી ના પીઆઈ પી. કે. ચાવડા અને તેની ૨ ટીમ દ્વારા પણ આરોપીઓનું પગેરૂં મેળવવા માટે ૩૦થી વધારે શખ્‍સની પૂછપરછ કરી ૫૦થી વધુ સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્‍યા હોવાનું જાણવા મળેલ છે.

પિતા, પુત્રની હત્‍યાના ત્રણ દિવસ બાદ પણ આરોપીઓ સુધી હજુ પોલીસ પહોંચી નથી. જોકે હત્‍યારાઓને ગમે ત્‍યાંથી પણ શોધી કાઢવા માટે પોલીસની ૭ ટીમ દ્વારા વિવિધ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે.

આજરોજ નાઈટ દરમિયાન રાજકોટ થી ઘરેથી નીકળી ગયેલ ધવલ ભીમજીભાઇ લીમ્‍બાચીયા ૩૬ ધંધો ગેરેજ કોઈને કીધા વિના જુનાગઢ આવી ગયેલ હોય તેને ચિંતાજનક અવસ્‍થામાં જોતા યુક્‍તિ પ્રયુક્‍તિ થી પૂછપરછ કરી માનસિક આશ્વાસન આપી સત્‍ય હકીકત જાણી રાકેશભાઈ ભીમજીભાઇ લીમ્‍બાચીયાનો સંપર્ક કરી  તેના પરિવાર સાથે મિલાપ કરાવી આપેલ છે અને પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરેલ છે આ કામગીરીમાં ભવનાથ પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ રાઠોડ ASI  રાજુ ઉપાધ્‍યાય HC કિશોરસિંહ તથા PC દેવેનભાઈ સાથે રહેલા હતા.

(11:56 AM IST)