તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
પડધરીના સાલપીપળીયામાં ગેસ લિકેજની આગથી દાઝેલા વૃધ્ધાનું મોત
૧૭ દિવસની સારવાર બાદ વૃધ્ધાએ આજે રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૩: પડધરીના સાલપીપળીયા ગામે રહેતાં વૃધ્ધા અઢાર દિવસ પહેલા ગેસ લિકેજથી દાઝી જતાં સારવાર હેઠળ હતાં. તેમનું આજે મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ સાલપીપળીયા રહેતાં બસીબેન (બચીબેન) નારણભાઇ સાકરીયા (ઉ.વ.૯૦) તા. ૨૬/૪ના સવારે ગેસના ચુલા પર ચા બનાવી રહ્યા હતાં ત્યારે ગેસ લિકેજને કારણે ભડકો થતાં દાઝી જતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અઢાર દિવસની સારવાર બાદ આજે મૃત્યુ થયું હતું.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ધર્મેન્દ્રભાઇ હુદડે પડધરી પોલીસને જાણ કરી હતી. બસીબેનને સંતાનમાં બે પુત્ર અને ચાર પુત્રી છે. બનાવ અકસ્માતે જ બન્યાનું પોલીસની તપાસમાં ખુલ્યું હતું.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
