<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

મોરબીના તનિષ્‍ક શો-રૂમના કર્મચારીઓ દ્વારા ૧.૫૬ કરોડની ઉચાપત

સોનાના દાગીનાની ખોટી રીસીપ બનાવી ખરા તરીકે ઉપયોગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૧૩: મોરબીમાં આવેલ જાણીતી બ્રાંડ તનિષ્‍કના શો રૂમમાં ફરજ બજાવતા કર્મચારીઓએ મળીને શો રૂમને ચૂનો લગાવવાનું કામ કર્યું હતું જેમાં ઘરેણા વેચવાની જવાબદારી સંભાળતા કર્મચારીએ અન્‍ય સાથે મળીને સોનાના દાગીના નંગ ૭૩ અને દીપકભાઈ પરમારના દાગીનાની ખોટી રીસીપ બનાવી ખરા તરીકે ઉપયોગ કરી દાગીના નહિ આપી રૂ ૧,૫૬,૧૪,૦૦૦ જેટલી રકમની ઉચાપત કરી શો રૂમ સાથે વિશ્વાસઘાત કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

મોરબીના રવાપર લીલાપર રોડ પર પ્‍લેટીનયમ હાઈટ્‍સમાં હેતા વિમલભાઈ બાવનજીભાઈ ભાલોડીયાએ આરોપીઓ હરિભાઈ જયંતીલાલ ભટી રહે પંચાસર રોડ શિવ સોસાયટી મોરબી, આશિષભાઈ રહે મોરબી, ઈરફાન સાદિક વડગામ રહે વાવડી રોડ મોરબી, ભાવના ઙ્કેમજીભાઈ સોલંકી રહે માળિયા વનાળીયા સોસાયટી સામાકાંઠે મોરબી અને ધવલ અલ્‍પેશભાઈ પટની રહે ગ્રીન ચોક પાસે મોરબી એમ પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્‍યું છે કે શો રૂમમાં બે મેનેજરની જગ્‍યા હોય જ્‍યાં એક મેનેજરની પોસ્‍ટ ખાલી હોવાથી રાજકોટથી પરિમલભાઈ મેનેજર તરીકે તા. ૨-૦૪-૨૦૨૪ ના રોજ ચાર્જ સંભાળ્‍યો હતો અને શો રૂમમાં ઘરેણાનો ફીઝીકલ સ્‍ટોક ટેલી કરાવી દેવાનું કહેતા ભાગીદાર રોનકભાઈ બાલકળષ્‍ણ બાટાણી જામનગરથી એક ટીમ સાથે સ્‍ટોક વેરીફાઈ કરવા માટે તા. ૦૨-૦૪-૨૦૨૪ ના રોજ આવ્‍યા હતા

જ્‍યાં સ્‍ટોકની ગણતરી કરતા સીસ્‍ટમના સ્‍ટોક સાથે મળી રહ્યો ના હતો જેથી ડીટેઇલમાં તપાસ કરતા સીસીટીવી ફૂટેજમાં શો રૂમના ફ્‌લોર મેનેજર હરીલાલ જયંતીલાલ ભટી એક પ્રોડક્‍ટ જે સિસ્‍ટમમાં ચડાવેલ ના હતી તે પ્રોડક્‍ટ ફ્‌લોર પર ટ્રેમાં શંકાસ્‍કાદ રીતે નજર ચૂકવીને રાખતા જોવા મળ્‍યા હતા અને ફ્‌લોરનો ફીઝીકલ સ્‍ટોક મેળવવા શરુ કર્યો હતો દરમિયાન અનેક પ્રોડક્‍ટ જે સીસ્‍ટમમાં ના હતી તે ફ્‌લોર પર જોવા મળી રહી ના હતી જેથી પ્રોડક્‍ટને છુપાવવા માટે શો રૂમના સ્‍ટોકમાં મેનેજર તરીકે કામ કરતા જેની પોસ્‍ટ બી.એસ.ઓ કહેવાય જેનું નામ ધવલ અલ્‍પેશ પટની છે તે બધો સ્‍ટોક ગણતરી મેળ કરી રહ્યો હોય તેવું માલૂમ પડ્‍યું હતું અને હરીલાલ જયંતીલાલ ભટી તેમજ ધવલ પટનીને પૂછપરછ કરતા બધો સ્‍ટોક કંપની અને માલિકની જાણ બહાર સ્‍ટોર બહાર લઇ ગયો હતો તેવું સ્‍વીકાર્યું હતું

જેથી સ્‍ટોરના કારીગર તરીકે કામ કરતા આશિષભાઈ, સ્‍ટોરનો સેલ્‍સ સ્‍ટાફમાં નોકરી કરતા ઈરફાન સાદિક વડગામ, ભાવના સોલંકી આમાં સામેલ છે તેમ રૂબરૂમાં સ્‍વીકાર્યું હતું જે બાબતે ટાઈટન કંપની લીમીટેડને ઈમેલથી જાણ કરી હતી અને સ્‍ટોક ઓડીટર બીજા જ દિવસે તા. ૦૩ એઙ્ઘિલના રોજ સ્‍ટોર પર આવી સંપૂર્ણ ડીટેઇલ ઓડીટની પ્રક્રિયા શરુ કરી હતી અને સ્‍ટોક ઓડીટ દરમિયાન ધ્‍યાને આવ્‍યું કે હજી ઘણા બધા દાગીના પણ ગુમ છે જેની ગણતરી કરતા કુલ ૧૦૪ નંગ ઘરેણા જેની કીમત રૂ ૨,૫૩,૬૧,૦૦૦ થાય તે ગાયબ જોવા મળ્‍યા હતા જેની ઉચાપત સ્‍ટોરના કર્મચારી જેમાં સ્‍ટોર મેનેજર હરિભાઈ ભટી, સ્‍ટોક જવાબદારી સંભાળતા ધવલ સોની, ઈરફાન વડગમા, ભાવના સોલંકી અને કારીગર આશિષભાઈ દ્વારા કરવામાં આવી હોવાનું માલૂમ પડ્‍યું હતું

જે બાબતે હરિભાઈએ જણાવ્‍યું હતું કે તેઓ મુથુટ ફાઈનાન્‍સ અને IIFL ફાઈનાન્‍સ અને ફેડ બેંકમાં ઘરેણા આપ્‍યા જેની સામે પર્સનલ લોન લીધી હતી જેથી તમામ ફાઈનાન્‍સ કંપનીમાંથી હરિભાઈને ગોલ્‍ડ છોડાવવા માટે રૂ ૨૯,૨૧,૯૯૯ આપ્‍યા હતા અને હરિભાઈની સાથે રહીને ઘરેણા પર લીધેલ લોનની ભરપાઈ કરી ઘરેણા છોડાવ્‍યા હતા તેમજ ઈરફાન વડગામાને પૂછતાં તેને મુથુટ ફાઈનાન્‍સમાં ઘરેણા આપ્‍યા જેની સામે પર્સનલ લોન લીધી હતી તે ગોલ્‍ડ છોડાવવા રૂ ૧૩,૭૫,૦૦૦ આપ્‍યા હતા અને ઘરેણા છોડાવ્‍યા હતા ફાઈનાન્‍સ કંપનીમાંથી તા. ૪-૫-૬ એપ્રિલના તથા ૮ એપ્રિલના રોજ આપેલ રૂપિયાથી લોનની ભરપાઈ કરી ઘરેણા છોડાવ્‍યા હતા

જે તમામ કર્મચારીની પૂછપરછ કરતા ઘણા બધા ઘરેણાના રૂપિયા ગ્રાહક પાસેથી લઈને ઘરેણા સોપી આપેલ પણ તેના રૂપિયા કંપનીમાં જમા કરાવ્‍યા ના હતા અને પોતાના વ્‍યક્‍તિગત ઉપયોગ માટે લીધા હતા આમ પાંચેય કર્મચારીઓ દ્વારા ગ્રાહકોને ઘરેણા વેચવાની જવાબદારી હોય જેને સોનાના ઘરેણા જેમાં સોનાની બુટી નંગ ૦૮, સોનાના સેટ નંગ ૧૧, બેન્‍ગ્‍લ્‍સ નંગ ૧૮, ચેઈન નંગ ૧૪, વીંટી નંગ ૧૫, મંગલસૂત્ર ૨ નંગ, પેન્‍ડલના સેટ નંગ ૦૩ અને અધર નંગ ૦૧ સહીત કુલ ૭૩ નંગ ઘરેણા અને દીપકભાઈ પરમારે ખરીદ કરેલ સોનાના ઘરેણા પરત મંગાવી દીપકભાઈને પરત નહિ આપી ખોટી રીસીપ બનાવી કુલ રૂ ૧,૫૬,૧૪,૦૦૦ ની ઉચાપત કરી હતી મોરબી એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે.

(1:14 PM IST)