<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

ધ્રાંગધ્રાના વ્રજપર ગામની સીમમાં જુગાર રમતા છ જુગારીઓને ઝડપી લીધા

વઢવાણ :.. ધાંગધ્રા તાલુકાના વ્રજપર ગામની સીમમાં દશરથસીંહ સુરસીંહ ની વાડીના શેઢે જુગાર રમાતો તાલુકા પોલીસ છો  જુગારીઓને રોકડ રકમ રૂપિયા ૪૦,૨૦૦ મુદ્દા માલ સાથે ઝડપી જુગારધારા મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.. ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમીયાન વ્રજપર ગામની સીમમાં દશરથસીંહ સુરસીંહ ની વાડીના શેઢે જુગાર રમાતો હોવાની બાતમી મળતા તાલુકા પોલીસ ઇન્‍ચાર્જ પીઆઈ એન એચ ચુડાસમા, અનિરુદ્ધસિંહ, ભરતભાઈ ચાવડા, સાગરભાઇ,અશ્વિન, ઈસ્‍માઈલ ખાન મલેક સ્‍ટાફ સહિત એ દશરથસિંહ સુરસંગસિંહ સરવૈયાની વાડીના શેઢે દરોડો કર્યો હતો દરોડા દરમિયાન દશરથસિંહ સુરસંગસિંહ ,મહેન્‍દ્રસિંહ વનરાજસિંહ , અશ્વિન બાબુલાલ, ભાર્ગવ મનુભાઈ , મયુર લવજીભાઈ કાપનીયા, રમેશ કમાભાઈ સહિતનાએ ઝડપી પાડી રોકડ રૂપિયા એમ કુલ મળી ૪૦.૨૦૦ રૂપિયા જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

(12:29 PM IST)