તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
લીંબડી હાઇવે ઉપર ત્રિપલ અકસ્માતઃ ટેન્કર પાછળ બે કાર ઘૂસી ગઇઃ પાંચને ઇજા

વઢવાણ,તા.૧૩: સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ઉપર છેલ્લા બે દિવસથી અકસ્માતો ની હારમાળાઓ સર્જાય છે ત્યારે ફરીવાર લીમડી અમદાવાદ હાઈવે ઉપર ત્રીપલ આ અકસ્માતમાં પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચતા તાત્કાલિક અસરે સારવાર માટે હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી છે રડોલ ગામના પાટીયા પાસે બે કાર અને ટેન્કર વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાવા પામ્યો હતો જેમાં અચાનક ટેન્કર વાળાએ એના ટેન્કરને બ્રેક મારતા પાછળ આવતી બે કાર અથડાઇ હતી. અકસ્માતમાં જામનગર ગુલાબ નગર માં રહેતા હર્ષવર્ધનભાઈ નરેન્દ્રભાઈ દોશી એ ફરિયાદ નોંધાવી છે અને તેઓ સિક્કા ખાતેથી અમદાવાદ એરપોર્ટ જઈ રહ્યા હતા તે સમયે તેમની આગળ જઈ રહેલ ટેન્કરના ચાલકે સાઇડ લેવા માટે ઇન્ડિકેટર ચાલુ કર્યા વગર જ અચાનક ટેન્કરને બ્રેક મારી રોડ વચ્ચે ઉભું રાખી દીધું હતું જેના કારણે તેમની પાછળ જઈ રહેલી કાર ટેન્કર પાછળ ઘૂસી ગઈ હતી અને તે કારમાં પાછળ તેમના કાર આવી રહી હતી તે પણ ઘૂસી ગઈ હતી.
અકસ્માતમાં હર્ષવર્ધનભાઈ તથા અન્ય કારમાં સવાર ચાર વ્યક્તિઓ સહિત કુલ પાંચ વ્યક્તિઓને ઈજા થઇ છે. જ્યારે પાછળ ertiga કાર સવાર વ્યક્તિઓને વધુ ગંભીર કારણે વધુ સારવાર માટે ચાર વ્યક્તિઓને અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હાઇવે ઉપર ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે તાત્કાલિક અસરે લીમડી પોલીસ પહોંચી અને પૂર્વવત કરાવવામાં આવ્યો હતો.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
