તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
૪૩ ડિગ્રી તાપમાનમાં ધોરાજીની જનતાને છ થી આઠ દિવસે પાણી મળે છે....?
નગરપાલિકાનો વહીવટ ખાડે..? પાણી...ગંદકી અને સફાઇ મામલે વહીવટદારનું શાસન નિષ્ફળ...?

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા.૧૩: પાલિકામાં વહીવટદારનું શાસન આવ્યા બાદ ઉલટા ની વહીવટી સ્થિતિ ડામાડોળ થતી હોવાનું જણાઈ રહ્યું છે. પ્રાથમિક અને આવશ્યક સેવાઓ મામલે પાલિકા તંત્ર યોગ્ય કામગીરી કરતું ન હોવાનો સમગ્ર ધોરાજી શહેરના વિવિધ વિસ્તારોમાંથી ફરિયાદ મળી રહી છે હાલમાં ૪૨ થી ૪૪ ડિગ્રી તાપમાનના પારા હેઠળ ધોરાજીમાં સમયસર પીવાનું પાણી મળતું નથી અને છ થી આઠ દિવસે પાણીની સપ્લાય થાય છે ત્યારે ગરીબ પરિવારો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. પાણી પ્રશ્ને વિવિધ વોર્ડમાંથી પાલિકા કચેરી ખાતે મહિલાઓનો હલલાબોલ થયાના અહેવાલો છે.
દોઢ વર્ષથી વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે પ્રજાને આશા હતી કે વહીવટદારના શાસનમાં યોગ્ય અને સારી કામગીરી થશે પરંતુ પાણી આપવામાં તંત્ર નિષ્ફળ ગયું છે હાલમાં ૪૨ થી ૪૪ ડિગ્રીના તાપમાનના પારા હેઠળ લોકો જીવી રહ્યા છે ત્યારે તેમને સમયસર પીવાનું પાણી મળતું નથી તે ખૂબ જ દુઃખની વાત છે કારણ કે ગરીબ પરિવારોને પાણીના સ્ટોરેજ કરવાના વાસણો કે સ્ટોરેજ હોતા નથી ત્યારે ખરા સમયે આઠમા દિવસે પાણી કે છઠ્ઠા દિવસે પાણી આવે ત્યારે એટલા દિવસ સુધી તાાન કરવાનું કે પીવાનું પાણી પણ તેમની પાસે સંગ્રહ કરવાની શક્તિ નથી આવા સમયમાં અનેક વખત રજૂઆતો નગરપાલિકાને કરવામાં આવી છતાં પણ તંત્ર ગરીબ પ્રજાની વાત સાંભળતું નથી તેવું જાહેરમાં જોવા મળી રહ્યું છે. દસ વર્ષ થયા કરોડો રૂપિયાની પાઇપલાઇન નવી નાખવામાં આવી છે છતાં પણ માત્ર એક જ વોડમાં નવી પાઇપલાઇન ના કામથી પાણી અપાઇ રહ્યું છે બાકીના ધોરાજીના આઠ વોર્ડમાં ૧૦ વર્ષથી નવી નાખેલી પાઇપલાઇન સડી રહી છે અને નગરપાલિકા વિસ્તારના શહેરીજનો પાણી માટે વલખા મારી રહ્યા છે. પીવાના પાણીની પાઇપલાઇન આઠથી દસ વર્ષ પહેલા નખાઈ ગઈ છે અને જ્યારે કોંગ્રેસનું શાસન આવ્યું ત્યારે એ પાઇપ લાઇન બાબતે અમો સરકાર દ્વારા તપાસ કરાવીશું અને જવાબદાર સામે એક્શન લેવડાવીશુ તેવી ખાતરી આપી હતી પરંતુ આજે ૫ વર્ષ થયા એ ખાતરીનું શું થયું તે પણ સવાલો ઊભો થયો છે.
ગયા વર્ષે ધોરાજીમાં પાણીની સમસ્યાઓ થઈ ત્યારે તાત્કાલિક અસરથી પ્રાદેશિક નગરપાલિકાની ઘીમત વ્યાસ ધોરાજી નગરપાલિકા ખાતે દોડી આવ્યા હતા અને ધોરાજી નગરપાલિકાના વહીવટદારને તાત્કાલિક અસરથી જવાબદાર કોન્ટેક્ટરો સામે એક્શન લેવાની સૂચના પણ આપી હતી જેનો આજે એક વર્ષ થયું છતાં પણ નગરપાલિકાના પાણીની પાઇપલાઇન ના કોન્ટ્રાક્ટરો સામે એક્શન શા માટે નથી લીધા અને વાહલા દવલા ની નીતિ વહીવટદારે શા માટે રાખી છે તે પણ પ્રજામાં સવાલ ઉભો થઈ રહ્યો છે. એકકાતરા પાણી આપવાની વાત તો એક બાજુ રહી પણ ચોથા દિવસે પાણી પણ નથી આવતું અને આજે પાણીની કટોકટીના સમયમાં ભારે ઉનાળો છે આવા સમયમાં છ થી આઠમાં દિવસે પાણી આવે છે અને એ પણ અનિયમિત આ વિસ્તારના લોકોને ખબર નથી હોતી કે આજે અમારે ત્યાં પાણી આવવાનું છે અચાનક પાણીની સપ્લાય છોડતા હોય છે ત્યારે પ્રજા પણ મોટી સમસ્યા ભોગવી રહી છે જ્યારે ઓક્ટોબરમાં ધોરાજી નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે પરંતુ આ બાબતમાં વહીવટદારના શાસનમાં તમામ ક્ષેત્રે નિષ્ફળતા મળી છે ત્યારે ધોરાજીની પ્રજાની માગણી છે કે ધોરાજી નગરપાલિકામાં કાયમી માટેનો વહીવટદાર નિમવામાં આવે તો જ પ્રજાને સુખાકારી સુવિધાઓ મળશે નહિતર આવનારી નગરપાલિકા ની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓને ભારે સહન કરવાનો વારો આવશે
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
